Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

દિલ્હી પોલીસ અને આર્મ્ડ ફોર્સમાં નોકરી મેળવવા ઈચ્છુકો સાવધાન : જો શરીર પર ટેટૂ ચીતરાવ્યું હશે તો શારીરિક અને લેખિત પરીક્ષામાં સફળ થયા પછી પણ નોકરી નહીં મળે

ન્યુદિલ્હી : જો તમે દિલ્હી પોલીસ સહિત કોઈપણ સેન્ટ્રલ આર્મ્ડ  ફોર્સમાં નોકરી મેળવવાની તૈયારી કરી રહ્યા છો, તો શરીર પર ટેટૂ ન કરાવો, નહીં તો શારીરિક અને લેખિત પરીક્ષામાં સફળ થયા પછી પણ તમે નોકરી મેળવવાથી વંચિત રહી જશો. આવા જ એક કિસ્સામાં, દિલ્હી પોલીસ અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળની પરીક્ષા, 2020 માં સબ-ઇન્સ્પેક્ટરની પરીક્ષામાં સફળ થયા પછી પણ યુવકને નોકરી મળી નથી.

હાઈકોર્ટે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો છે કે સર્જરી દ્વારા યુવકના હાથ પર બનેલું ટેટૂ હટાવ્યા બાદ તેમને નોકરી આપવા અંગે વિચારણા કરવામાં આવે. જસ્ટિસ સુરેશ કુમાર કૈત અને સૌરભ બેનર્જીની બેન્ચે પ્રદીપની અરજીનો નિકાલ કરતી વખતે આ આદેશ આપ્યો હતો, જેમાં તેણે પોતાના શરીર પર ટેટૂ હોવાને કારણે નોકરી ન આપવાનો પડકાર ફેંક્યો હતો. કોર્ટે કહ્યું છે કે સર્જરી દ્વારા ટેટૂ હટાવવાથી તેને બે સપ્તાહની અંદર મેડિકલ બોર્ડ સમક્ષ હાજર થવાની સ્વતંત્રતા મળી છે.

પ્રદીપે સબ-ઇન્સ્પેક્ટરના પદ માટે 2020માં થયેલી ભરતીમાં અરજી કરી હતી. પરીક્ષામાં તે પાસ થયો. પરંતુ જમણા હાથ પર બનાવેલા ટેટૂને કારણે તેને નોકરી ન મળી. આ પછી, પ્રદીપે હાઈકોર્ટમાં અરજી કરી હતી જેમાં 21 અને 22 એપ્રિલ, 2022ના મેડિકલ બોર્ડના ફિટનેસ રિપોર્ટને મનસ્વી, અયોગ્ય અને ગેરકાયદેસર ગણાવીને રદ્દ કરવા અને ફરીથી મેડિકલ બોર્ડની રચના કરવાનો આદેશ આપવાની માંગ કરી હતી. અહેવાલ મુજબ, ટેટૂને કારણે તેને તબીબી રીતે નોકરી માટે અયોગ્ય જાહેર કરવામાં આવ્યો હતો.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(12:31 pm IST)