Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

LIC ના આઇપીઓમાં ૧ર લાખ બોગસ અરજીઓ

૭૩ લાખમાંથી ૧ર લાખે નહોતા ભર્યા પૈસા ૮ લાખ ટેકનીકલ કારણોસર રીજેકટ

મુંબઇ તા. ર૪: બધા આઇપીઓના બાપ તરીકે ઓળખાયેલ એલઆઇસીનો આઇપીઓ બોગસ આઇપીઓ અરજીઓમાં પણ સૌથી આગળ રહ્યો છે. એલઆઇસી આઇપીઓ માટે આવેલ અરજીઓમાંથી લગભગ ર૦ લાખ જેટલી અરજીઓ પેમેન્‍ટ નહી કરવા અને ખોટી રીતે ભરવા માટે રદ થઇ હતી.

આઇપીઓ માટે એલઆઇસીને મળેલ અરજીઓએ લોકોનો એલઆઇસીના શેર લેવા માટે દર્શાવાયેલ રસનું સાચુ ચિત્ર નથી દર્શાવતી કેમ કે મળેલ અરજીઓમાંથી લગભગ ર૮ ટકા અરજીઓ રદ થઇ હતી જે કોઇપણ આઇપીઓ માટેનો રેકોર્ડ હાઇ આંકડો છે. તો એલઆઇસીના પોલીસી હોલ્‍ડરોની ૩૪.૫ ટકા અરજીઓ રદ થઇ હતી.

ફોરર્ચુન ઇન્‍ડીયાને આપેલ ઇ-મેલ જવાબમા કંપનીએ જણાવ્‍યું હતું કે આઇપીઓ માટે આવેલ ૭૩,૩૭,૮૪૧ અરજીઓમાંથી ૧ર,૪૬,૪૮, અરજીઓ પૈસાના ભરાવાના કારણે રદ થઇ હતી. જયારે ૮,૦૩,૮ર૮ અરજીઓ ટેકનીકલ કારણોથી રદ થઇ હતી. આઇપીઓના શેર એલોટમેન્‍ટ માટે કુલ ર૦,પ૦, ૩૧ર અરજીઓ અયોગ્‍ય જણાઇ હતી.

(3:52 pm IST)