Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

હું હિન્દુ છું અને મને બીફ ખાવાનો અધિકાર છેઃ સિધ્ધારમૈયા

કર્ણાટકમાં હલાલ મીટ બાદ હવે બીફને લઈને ઘમાસાણ શરૃ : કર્ણાટક ના પૂર્વ મુખ્યપ્રધાન અને કોંગ્રેસના નેતાનું વિવાદાસ્પદ નિવેદન

નવી દિલ્હી, તા.૨૪ : કર્ણાટકમાં હલાલ મીટ બાદ હવે બીફને લઈને ઘમાસાણ શરૃ થયુ છે.

કર્ણાટકના પૂર્વ સીએમ અને કોંગ્રેસના નેતા સિધ્ધારમૈયા બીફને લઈને આપેલા નિવેદનના કારણે ચર્ચામાં છે. તેમણે એક કાર્યક્રમમાં કહ્યુ હતુ કે, હું એક હિન્દુ છુ અને હજી સુધી મેં બીફ નથી ખાધુ પણ જો હું ઈચ્છુ તો બીફ ખાઈ શકુ છું અને તેના પર સવાલ ઉઠાવનારા તમે કોણ છો...બીફ ખાનારા માત્ર એક જ સમુદાયના લોકો નથી હોતા.

સિધ્ધારમૈયાએ કહ્યુ હતુ કે, હિન્દુ પણ બીફ ખાય છે અને ખ્રિસ્તીઓ પણ ખાય છે. મેં વિધાનસભામાં પણ કહ્યુ હતુ કે, તમે કોણ છો મને કહેનારા કે બીફ ના ખાવુ જોઈએ. મારે શું ખાવુ તે નક્કી કરવાનો મારો અધિકાર છે.

તેમણે આરોપ લગાવ્યો હતો કે, આરએસએસ દ્વારા બે સમુદાય વચ્ચે ટકરાવ થાય તેવી સ્થિતિ ઉભી કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, કર્ણાટકની ભાજપ સરકારે ૨૦૨૧માં કાયદો લાગુ કર્યો છે. જે પ્રમાણે ગાય ભેંસ સહીતના પશુઓનો વેપાર કરવો કે તેમની હત્યા કરવી કે ખરીદ વેચાણ કરવુ ગુનો બને છે.

(8:15 pm IST)