Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

દહેજ પ્રેરિત આત્મહત્યામાં પતિને ૧૦ વર્ષની કેદ થઈ

મેડિકલ સ્ટુડન્ટ વિસ્મયા કેસમાં ચુકાદો આવ્યો : કોર્ટે કુમાર પર ૧૨,૫૫,૦૦૦નો દંડ પણ લગાવ્યો છે, જેમાંથી ૨ લાખ વિસ્મયાના માતા-પિતાને આપવામાં આવશે

નવી દિલ્હી, તા.૨૪ : કેરળના કોલ્લમ જિલ્લામાં ૨૨ વર્ષીય વિસ્મયા ૨૧ જૂન, ૨૦૨૧ના રોજ કોલ્લમ જિલ્લાના સસ્થમકોટ્ટામાં તેના ઘરે મૃત હાલતમાં મળી આવી હતી. પોતાના ઘરે ફાંસી લગાવનાર મેડિકલ સ્ટુડન્ટ વિસ્મયા કેસમાં આજે ચુકાદો આવ્યો છે. જેમાં વિસ્મયાના પતિને દહેજ ઉત્પીડન અને આત્મહત્યા માટે ઉશ્કેરવા બદલ કોર્ટે ૧૦ વર્ષની જેલની સજા ફટકારી હતી.આ સિવાય કોર્ટે કુમાર પર ૧૨,૫૫,૦૦૦ રૃપિયાનો દંડ પણ લગાવ્યો છે, જેમાંથી ૨ લાખ રૃપિયા વિસ્મયાના માતા-પિતાને આપવામાં આવશે.વિસ્મયાએ વોટ્સઅર ગૃપમાં પોતાની સાથે થયેલા અત્યાચારની વાત કરી

ઘટનાના એક દિવસ પહેલા, વિસ્મયાએ કુમાર દ્વારા દહેજ માટે ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો. આ સાથે તેના શરીર પરના ઘા અને હુમલાના નિશાન હતા જેના ફોટો તેના સંબંધીઓને વોટ્સએપ પર મોકલવામાં આવી હતી. કેરળ પોલીસે તેની ૫૦૦ થી વધુ પાનાની ચાર્જશીટમાં કહ્યું હતું કે,વિસ્મયાએ દહેજના ત્રાસને કારણે આત્મહત્યા કરી હતી. સમગ્ર કેસમાં, કુમાર પર દહેજની માંગણી, તેની પત્નીનું શારીરિક શોષણ, ઇજા પહોંચાડવા અને ધમકી આપવા અને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ હતો.

(8:16 pm IST)