Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

‘મેં પણ હિંદુ ધર્મનો કર્યો છે અભ્યાસ, લોકોની હત્યા-મારપીટ કરવી હિન્દુ ધર્મનો ક્યારેય પણ ભાગ નહોતો ': રાહુલ ગાંધી

ઇંગ્લેન્ડની પ્રતિષ્ઠિત કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ઈન્ડિયા એટ 75 કાર્યક્રમને સંબોધિત કરતાં રાહુલ ગાંધીએ હિન્દુ ધર્મ બાબતે પોતાના વિચારો રજૂ કર્યા

નવી દિલ્હી : ઇંગ્લેન્ડની પ્રતિષ્ઠિત કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ઈન્ડિયા એટ 75 કાર્યક્રમને સંબોધિત કરતાં રાહુલ ગાંધીએ હિન્દુ ધર્મ બાબતે પોતાના વિચારો રજૂ કર્યા હતા. લોકોની હત્યા કરવી અને મારપીટ કરવી તે હિન્દુ ધર્મનો ક્યારેય પણ ભાગ નહતો.

ભારતમાં સંસદ, ચુંટણી વ્યવસ્થા અને વાણી સ્વતંત્રતા પર એક જ પક્ષની જોહુકમી ચાલી રહી હોવાનો રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો હતો. તેમણે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં હિન્દુ રાષ્ટ્રવાદ, કોંગ્રેસ પાર્ટીમાં ગાંધી પરિવારની ભુમિકા અને દેશભક્તિ બાબતે પોતાના વિચારો રજૂ કર્યા હતા. તેમણે આ પ્રસંગે જણાવ્યું હતું કે, ભારત ત્યારે જીવંત થાય જ્યારે ભારતને બોલવા દેવાય. જ્યારે ભારત ચુપ થઈ જાય ત્યારે ભારત મૃતપ્રાય લાગે છે. મને લાગે છે કે, ભારતમાં બોલવાની પરવાનગી દેવાવાળી સંસ્થાઓ પર હુમલો કરવામાં આવી રહ્યો છે

(9:01 pm IST)