Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

યુ.એસ.ઓફિસ ઓફ પર્સનલ મેનેજમેન્ટમાં સુશ્રી કિરણ આહુજાની નિમણૂકને સેનેટની બહાલી : પ્રેસિડન્ટ જો બિડને આપેલી નિમણુંક 51 વિરુદ્ધ 50 મતથી મંજુર

વોશિંગટન : ઇન્ડિયન અમેરિકન એટર્ની સુશ્રી કિરણ આહુજાને  પ્રેસિડન્ટ જો બીડને  યુ.એસ.ઓફિસ ઓફ પર્સનલ મેનેજમેન્ટમાં નિમણુંક આપી હતી. જેને સેનેટે 51 વિરુદ્ધ 50 મતથી  બહાલી આપી દીધી છે.

ઉપરોક્ત હોદા ઉપર નિમણુંક મેળવનાર સૌપ્રથમ એશિઅન અમેરીક્નનો વિક્રમ સુશ્રી કિરણ આહુજાને ફાળે જાય છે.

સુશ્રી આહુજાને અમેરિકન ફેડરેશન ઓફ ગવર્નમેન્ટ એમ્પ્લોઇઝ , નેશનલ એક્ટિવ એન્ડ રિટાયર્ડ ફેડરેશન એમ્પ્લોઇઝ એશોશિએશન ,નેશનલ ટ્રેઝરી એમ્પ્લોઇઝ યુનિયન સહિતનાઓનું સમર્થન હતું તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.

(5:37 pm IST)