Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

યુ.પી.સરકારના લવ જેહાદ કાનૂનને અલ્હાબાદ હાઇકોર્ટમાં પડકાર : ધર્માંતરણ કાનૂન રાજકીય હેતુથી અમલી બનાવાયો છે : નાગરિકોને ધાર્મિક સ્વતંત્રતા આપતા બંધારણ વિરુદ્ધના લવ જેહાદ કાનૂન વિરુદ્ધ પિટિશન દાખલ : નામદાર કોર્ટે રાજ્ય સરકારનો ખુલાસો માંગ્યો

અલ્હાબાદ : યુ.પી.માં ધર્માંતરણ કાનૂન રાજકીય હેતુથી અમલી બનાવાયો હોવાની રજુઆત સાથે રાજ્ય સરકાર વિરુદ્ધ અલ્હાબાદ કોર્ટમાં પિટિશન કરાઈ છે. જેના અનુસંધાને નામદાર કોર્ટે રાજ્ય સરકારનો ખુલાસો માંગ્યો છે.

પિટિશનમાં જણાવાયા મુજબ નાગરિકને ધાર્મિક સ્વતંત્રતા આપતા બંધારણની  વિરુદ્ધ યુ.પી.માં લવ જેહાદ કાનૂન અમલી  બનાવાયો છે.
કોર્ટ સમક્ષ આવેલી કુલ 6 પિટિશન પૈકી એક માન્ય રાખી બાકીની રદ કરી દેવામાં આવી હતી.તથા રાજ્ય સરકારને આ મામલે 4 સપ્તાહમાં જવાબ આપવા નોટિસ પાઠવાઈ છે.તથા આગામી મુદત 2 ઓગસ્ટ રાખવામાં આવી છે.તેવું એલ.એલ.દ્વારા જાણવા મળે છે.

(12:00 am IST)