Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

સમાજવાદી પાર્ટી દ્વરા રામ જન્મભુમી ટ્રસ્ટ ઉપર લગી રહેલા આરોપની તપાસ કરવા માંગણી કરવામા આવી

સાંસદ યાદવે આરોપોને લઇને તીખો હુમલો કર્યો

સમાજવાદી પાર્ટીએ રામ જન્મભૂમિ ટ્રસ્ટ પર લાગી રહેલા આરોપોની તપાસ કરવાની માંગ કરી છે.પાર્ટીના સાંસદ અને સીનિયર નેતા રામ ગોપાલ યાદવે આ આરોપોને લઈને તીખો હુમલો કર્યો છે અને કહ્યું છે, “જ્યારે રામ ભક્ત જ રામની ગુલ્લક ચોરીને લઈ જાય તો પછી શું કરી શકાય.”

સમાજવાદી પાર્ટી અને આમ આદમી પાર્ટીએ રામ જન્મભૂમિ ટ્રસ્ટ પર અયોધ્યામાં જમીન ખરીદવા પર ભ્રષ્ટાચાર કરવાનો આરોપ લગાવ્યો છે. ટ્રસ્ટના સચિવ ચંપત રાય આ આરોપોને રાજનીતિથી પ્રેરિત ગણાવતા ફગાવી ચૂક્યા છે. ચંપત રાયનું કહ્યું હતુ કે, ટ્રસ્ટે માર્કેટ ભાવથી સસ્તામાં જમીન ખરીદી છે.

જોકે, વિપક્ષી પાર્ટીઓ ચંપત રાયની સ્પષ્ટતા કર્યા પછી પણ આ કેસમાં અનેક પ્રશ્ન ઉભા કરી રહ્યાં છે.

સમાજવાદી પાર્ટીના સાંસદ રામ ગોપાલ યાદવે આરોપ લગાવ્યો, “દસ્તાવેજી પુરાવા હોવા છતાં પણ તેઓ કેસ સામે આવનાર પત્રકારો અને બીજા લોકોને ધમકી આપી રહ્યાં છે. બેશરમીની પણ કોઈ હદ હોય છે.”

તેમને આગળ કહ્યું- “અથવા તેમને આ પુરાવાઓને નકલી બતાવવા જોઈએ અથવા તેમને મંજૂર કરવા જોઈએ અને તપાસ કરાવવી જોઈએ.”

અયોધ્યામાં જમીન ખરીદવાના કેસ સામે આવ્યા પછી ટ્રસ્ટ સચિવ ચંપત રાયે સંબંધીઓએ પણ એક બીજા કેસમાં આરોપ લગાવ્યા છે. આ કેસમાં ચંપત રાયે સંબંધીઓએ ઉત્તર પ્રદેશના બિઝનોરમાં પત્રકાર વિનીત નારાયણ સહિત ત્રણ લોકો વિરૂદ્ધ કેસ નોંધાવ્યો છે.

(12:00 am IST)