Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

દુબઈના દ્વાર પણ ખૂલ્યા બાદ હવે સિંગાપોરમાં પણ ભારતીયોને જવાની છૂટ : નિયમોનું કરવું પડશે પાલન

ક્વોરેન્ટાઇનના દિવસ 21 દિવસથી ઘટાડીને 14 દિવસ કરી દેવાયા

ભારતમાં કોરોનાના કેસ ઘટતા જ બીજા દેશોએ ભારતીયો માટે પોતાના દેશના દ્વાર ખોલી દેવામાં આવ્યા છે.  સિંગાપોર દ્વારા ભારત સહિતના ઘણા દેશો કે જ્યાં વધુ સંક્રમણ ફેલાયું હતું, હવે તેવા દેશના નાગરિકો માટે ક્વોરેન્ટાઇનના દિવસ 21 દિવસથી ઘટાડીને 14 દિવસ કરી દેવામાં આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના કહેવા  મુજબ આ નિર્ણય ગુરુવારથી લાગુ પડશે.

   સિંગાપોરના સ્વાસ્થ્ય મંત્રાલયના કહેવા મુજબ "ગયા મહિને ભારતમાં કોરોનાના આંકડા જોયા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. એક ન્યૂઝ રિપોર્ટ અનુસાર, આ યાત્રીઓએ PCR તપાસની સાથે સાથે નિયમિત રીતે એન્ટિજન રેપિડ ટેસ્ટ દ્વારા પોતાની રીતે તપાસ પણ કરતી રહેવી પડશે. મંત્રાલયે કહ્યું કે અત્યાર સુધી કોરોના વાયરસના નવા સ્વરૂપ વિશે ઘણી ઓછી જાણકારી મળી હતી, જેમાં કોરોના સંક્રમણનો દર પણ સામેલ છે. તેથી સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા ભારત સહિતના બીજા દેશો કે જ્યાં સંક્રમણ વધુ હતું તેવા યાત્રીઓ માટે 21 દિવસ સુધી ઘરમાં જ ક્વોરેન્ટાઇન રહેવાનો નિયમ હતો. 

 

સિંગાપોર દ્વારા વધુ સંક્રમિત અને વધુ જોખમી દેશોમાં ભારતની સાથે સાથે ઓસ્ટ્રેલીયા, દારેસલામ, હોંગકોંગ, મકાઉ, ચીન, અને ન્યુઝીલેન્ડનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ નિયમ મુજબ, સિંગાપોર આવ્યા બાદ ત્રીજા, સાતમાં અને 11 માં દિવસે ઘરે જ રહીને ART ટેસ્ટ કરવો પડશે. તેમણે સિંગાપોર આવ્યાના 14માં દિવસે RT-PCR ટેસ્ટ પણ કરાવવો પડશે. આ સાથે જ વધુ જોખમી દેશોમાંથી આવતા લોકો માટે કોઈ પણ પ્રકારનો બદલાવ કરવામાં આવ્યો નથી

(12:00 am IST)