Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

ગુરુવારે જોવા મળશે વર્ષનું છેલ્લું સુપરમૂન, આ બે ગ્રહોની પણ જોવા મળશે ઝલક

સ્ટ્રોબેરી મૂન ગુરુવારે ગુલાબી રંગની જગ્યાએ સોનેરી રંગનો દેખાશે. ચંદ્રની સાથે શુક્ર અને મંગળ પણ આકાશમાં જોવા મળશે

નવી દિલ્હી : આ સપ્તાહે આકાશમાં એક સુંદર નજારો જોવા મળવાનો છે. આ વર્ષનું છેલ્લું સુપર મૂન 24 જૂને જોવા મળશે. આને સ્ટ્રોબેરી મૂન નામ આપવામાં આવ્યું છે.

કારણ કે આ સમયે ઉત્તર અમેરીકામાં સ્ટ્રોબેરી લણવાનો સમય ચાલી રહ્યો છે. અમેરિકન સ્પેસ એજેન્સી NASA અનુસાર બુધવારથી જ સુપર મૂન નજર આવવા માંડશે, પરંતુ બીજા દિવસે એટલે કે  ગુરુવારે વધુ ઊંચાઈ પર અને સુંદર રીતે જોવા મળશે.

આ સમયગાળા દરમ્યાન ચંદ્ર અને ધરતી વચ્ચેનું અંતર ઘણું નજીક હોય છે. જેથી સામાન્ય પૂર્ણ ચંદ્ર (પુનમ) કરતાં વધુ નજીક અને વધુ રોશની ફેંકતો દેખાય છે.

આ સ્ટ્રોબેરી મૂનને બીજા અન્ય નામો જેમ કે બ્લૂમિંગ મૂન, ગ્રીન કોર્ન મૂન, હોયર મૂન,બર્થ મૂન, હેચિંગ મૂન, હાનિ મૂન, અને મિડ મૂન પણ કહે છે. આ સમય દરમ્યાન વધુ લગ્નો થતાં હોવાથી ‘હની મૂન’ નામ આપવામાં આવ્યું છે.

(12:00 am IST)