Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

કોરોનાના નવા સ્‍વરૂપ ડેલ્‍ટા પ્‍લસ વેરીયન્‍ટે વિશ્‍વના ૯ દેશોમાં દેખા દીધી : ભારતમાં ૪૦ કેસ નોંધાયા


નવી દિલ્હી,૨૩ : કોરોનાના નવા સ્‍વરૂપ ડેલ્‍ટા પ્‍લસ વેરીયન્‍ટે વિશ્‍વના ૯ દેશોમાં દેખા દીધી છે. ભારતમાં ૪૦ કેસ નોંધાયા છે.
મળતી માહિતી મુજબ કોરોના મહામારીની બીજી લહેર શાંત પડી ગઇ છે પરંતુ કોરોના નવા સ્વરુપ ડેલ્ટા પ્લસ વેરિયંટે ચિંતા વધારી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ડેલ્ટા પ્લેસ વેરિએન્ટ ૯ દેશોમાં છે જેમાં યૂકે, યૂએસ, જાપાન, રશિયા, ભારત, પૂર્તગાલ, સ્વિત્ઝર્લેન્ડ અને નેપાળનો સમાવેશ થાય છે. ભારતમાં ડેલ્ટા પ્લેસના 40 કેસ ધ્યાનમાં આવ્યા છે અને હજુ તેને વેરિએન્ટ ઓફ ઇન્ટરસ્ટની શ્રેણીમાં રાખવામાં આવે છે. ડેલ્ટા વેરિએન્ટના કેસ કેરલ, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં ધ્યાનમાં આવ્યા છે. દરેક રાજયોને પત્ર લખીને આ નવા વેરિએન્ટને કેવી રીતે કાબુમાં કરવો તે અંગે જણાવવામાં આવ્યું છે. ડેલ્ટા પ્લસ વેરિએન્ટને કોઇ પણ ભોગે આગળ વધતો અટકાવવો છે.
ડેલ્ટા વેરિએન્ટ ભારતમાં કોરોના મહામારીની ત્રીજી લહેરનું કારણ બની શકે છે. સ્વાસ્થ્ય સચિવના જણાવ્યા મુજબ ભારતની બંને વેકિસન કોવેકિસન અને કોવિશીલ્ડ ડેલ્ટા વેરીએન્ટ પર અસરકારક છે. નીતિ આયોગના સભ્ય વી કે પોલે આ દરમિયાન જણાવ્યું કે કોરોના વાયરસની લહેર કોરોનો સક્રિય રહેવાથી આવે છે. જો આપણે તેની સામે પ્રોટેકશન નહી કરીએ તો ભોગ બનતા વાર લાગશે નહી.જો વાયરસ સ્વરુપ બદલી નાખે તો તે જોખમી સાબીત થાય છે આથી વાયરસને અનુકૂળ વાતાવરણ ઉભું થાય તેવો ચાન્સ જ નહી આપવો તે એક માત્ર ઉપાય છે.ઘણા દેશોમાં ચાર વેવ આવી ગયા છે. કોરોનાની વેવને લઇને કશુંજ ભવિષ્ય ભાખવું અઘરુ છે. જે લોકોએ કોરોનાની રસીના એક ડોઝ લીધો છે કે બે ડોઝ તેઓએ ભીડમાં જવું જોઇએ નહી. છેવટે તો માણસનું સ્વાસ્થ્ય કેવું છે તેના પર જ બધુ નિર્ભર છે.

(11:46 pm IST)