Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

5જી ટેક્નોલોજી રિસર્ચમાં 6જીની સરખામણીએ 50 ગણી વધુ સ્પીડ મેળશે : સેમસંગનો દાવો

સેમસંગે 5 જી નેટવર્ક પર 5.23 ગીગાબાઇટ્સ પ્રતિ સેકંડ (જીબીપીએસ) સ્પીડ પ્રાપ્ત કરી

નવી દિલ્હી: દક્ષિણ કોરિયાની ટોચની ટેક્નોલોજી કંપની સેમસંગે 5જી ટેક્નોલોજી રિસર્ચમાં 6જીની સરખામણીએ 50 ગણી વધુ સ્પીડ મેળવવાનો દાવો કર્યો છે.સેમસંગ ઇલેક્ટ્રોનિક્સના વાઈસ ચેરમેન અને નેટવર્ક સ્ટ્રેટેજી નેટવર્ક બિઝનેસ હેડ વોનીલ રોહે ન વા 5જી ટ્રાન્સમિશન સાધનો અંગેની કંપની રજૂઆતમાં જણાવ્યું હતું કે, સેમસંગે 5 જી નેટવર્ક પર 5.23 ગીગાબાઇટ્સ પ્રતિ સેકંડ (જીબીપીએસ) સ્પીડ પ્રાપ્ત કરી છે.

નેટવર્ક બિઝનેસના સિનિયર વાઇસ પ્રેસિડન્ટ અને સેમસંગ ઇલેક્ટ્રોનિક્સના વડા સુંઘયુન ચોઇએ જણાવ્યું હતું કે, 5જી ઉભરતી ટેક્નોલોજીમાં વૈવિધ્યસભર તકોની દુનિયાનું નિર્માણ કરશે જે ઉભરતા અનુભવો અને સેવાઓને સંપૂર્ણ રીતે આકાર મળશે.

અમે 6જી વાસ્તવિકતામાં લાવવા માટે ઉત્સાહિત છીએ. હકીકતમાં અમે પહેલાથી જ ટેરાહર્ટ્ઝ કમ્યુનિકેશનનું નિદર્શન કર્યું છે જે 6 જી સાથે અમારી પ્રગતિ દર્શાવે છે.

રીલીઝ કહેવામાં આવ્યું છે કે સેમસંગની 5જી તકનીક 6જી કરતા 50 ગણી ઝડપી છે. કંપનીના વ્હાઇટ પેપર અનુસાર, સેમસંગ ઓછામાં ઓછું 2028 સુધી અને વ્યાપક વ્યાવસાયીકરણ 2030 ની આસપાસ પૂર્ણ કરશે તેવી અપેક્ષા રાખે છે.

 

(12:24 am IST)