Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

ટાટા ગ્રુપના સ્થાપક જમશેદજી ટાટા વિશ્વના સૌથી મોટા દાનવીર :દાનની રકમ અંબાણીની કુલ સંપતિથી પણ વધુ

હુરુન રિપોર્ટ અને એડેલગિવ ફાઉન્ડેશન દ્વારા તૈયાર 50 દાનવીરની યાદીમાં ટોચના સ્થાને: બિલ ગેટ્સથી તો ઘણા આગળ : જમશેદજીએ તેમની હયાતીમાં 102 અબજ ડોલરનું દાન આપ્યું

નવી દિલ્હી :હુરુન રિપોર્ટ અને એડેલગિવ ફાઉન્ડેશન દ્વારા તૈયાર 50 દાનવીરની યાદીમાં ટોચના સ્થાને ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ જમશેદજી ટાટાનું નામ રખાયું છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે ટાટા ગ્રુપના સ્થાપક ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ જમશેદજી ટાટા મૂળ ગુજરાતના નવસારી જિલ્લાના છે.

જમશેદજી ટાટાએ છેલ્લી સદીમાં તેમની હયાતીમાં 102 અબજ અમેરિકી ડોલરનું દાન આપ્યું હતું. ભારતીય રુપિયામાં ગણતરીએ કરીએ તો જમશેદજીએ કરેલા દાનની રકમ રુ. 7.60 લાખ કરોડ થવા જાય છે. જમશેદજીએ કરેલા દાનની રકમ રિલાયન્સ ગ્રૂપના ચેરમેન મુકેશ અંબાણી નેટવર્થ 84 અબજ ડોલર (આશરે રૂ. 6.25 લાખ કરોડ) કરતાં પણ વધારે છે.

હુરૂન રિપોર્ટના ચેરમેન અને ચીફ રિસર્ચર રૂપર્ટ હુગવર્ફે જણાવ્યું કે, જ્યારે અમેરિકન અને યુરોપિયન દાનવીરો કરતા જમશેદજી ટાટા ઘણા આગળ હતા.
લોકોએ છેલ્લા સદીમાં પરોપકારીની વિચારસરણી પર પ્રભુત્વ મેળવ્યું હતું તેવામાં ભારતના ટાટા જૂથના સ્થાપક જમશેદજી ટાટા વિશ્વના સૌથી મોટા પરોપકારી બનીને સામે આવ્યા હતા.

જમશેદજીનો વારસો સંભાળનાર રતન ટાટા પણ દાન મામલે પાછળ રહ્યાં નથી. કોરોના સામે લડત આપવા માટે ટાટા ગ્રુપે ગત વર્ષે માર્ચમાં રૂ. 1500 કરોડનું દાન કર્યું હતું જે ભારતીય ઉદ્યોગ ગૃહોએ કરેલા દાનમાં સૌથી મોટું હતું. આ ઉપરાંત તેઓ અનેક શૈક્ષણિક તેમજ સામાજિક પ્રવૃત્તિઓ માટે દાન કરતાં રહે છે.

 

વિશ્વના ટોપ-10 દાનવીર

જમશેદજી ટાટા ભારત 102.4
બિલ ગેટ્સ અમેરિકા 74.6
હેનરી વેલકમ બ્રિટન 56.7
હોવર્ડ હ્યુજીસ અમેરિકા 38.6
વોરેન બાફેટ અમેરિકા 37.4
જ્યોર્જ સોરોસ અમેરિકા 34.8
હેન્સ વિલ્સડોર્ફ સ્વિટ્ઝર્લૅન્ડ 31.5
જે. કે. લીલી સિનિયર અમેરિકા 27.5
જ્હોન ડી રોકફેલર અમેરિકા 26.8
એડસેલ ફોર્ડ અમેરિકા 26.6

(12:37 am IST)