Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

અનેક બીજેપી સાંસદોએ કર્યો બહિષ્કાર

વેકસીન નીતિ પર સંસદીય સમિતિમાં હોબાળો

નવી દિલ્હી તા. ૨૪ : વેકસીન નિર્માણના મુદ્દા પર એક સંસદીય સમિતિમાં હોબાળો થયો છે. વેકસીનનીતિ પર ચર્ચાનીવિપક્ષની માંગ પર નારાજગી વ્યકત કરીને કહ્યું કે અનેક બીજેપી સાંસદોને બેઠકમાંથી બહાર કરવામાં આવ્યા. સૂત્રોના જણાવ્યા મુજબ, સરકારના વૈજ્ઞાનિક સલાહકારનાવિજય રાઘવન, આઈસીએમઆરના ડીજી વીકે ભાર્ગવ અને બોયોટેકનોલોજીવિભાગની સચિવ રેણુ સ્વરૂપ વિજ્ઞાન અને પ્રોદ્યૌગિકી પર સંસદીય સ્થાયી સમિતિની સામે રજૂ થયા છે.

બેઠકની અધ્યક્ષતા કોંગ્રેસ સાંસદ જયરામ રમેશે કરી છે. બેઠકનો એજેન્ડાકોરોના વેકિસનની વિકાસ અને વાયરસ તથા તેના વેરિએન્ટનીજેનેટિક સિકવન્સીંગ હતી. બેઠક દરમ્યાનઅનેક વિપક્ષી સાંસદોએ વેકિસનની ખરીદી, કિંમત અને બે રસી વચ્ચે વધારવામાં આવેલાઅંતર અંગે સવાલ ઉઠાવાની ઈચ્છા વ્યકત કરવામાં આવી તો બીજેપી સાંસદોએ તેનો સખ્ત વિરોધ કર્યો.

તેઓએ કહ્યું કે વિજ્ઞાન પ્રોદ્યૌગિકીમંત્રાલય ફકત શોધ અને વિકાસ નું કામ કરે છે. વેકિસનની ખરીદી, કિંમત અથવા રસીકરણ તેના અંતર્ગત આવે છે. તેઓએકહ્યું કે દેશમાં રસીકરણ ચાલી રહ્યું છે. અને તે સમયે આવા મુદ્દાને ઉઠાવાની રસીકરણપ્રક્રિયાને નુકશાન થઈ શકે છે. કેટલાક બીજેપી સાંસદોએ બેઠકને ટાળવાની માંગ અને બહાર નીકળી ગયા.

(1:18 pm IST)