Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

જી-૭ દ્વારા ચીનને ઘેરવાના પ્રયાસો

ભારતના જી-૭ સાથે વધતા સંબંધોથી, અમેરિકા, યુરોપ સાથે ભાગીદારી વધારવાની તક

બ્રિટનની યજમાનીમાં થયેલ જી-૭ શિખર સંમેલને ઐતિહાસિક કહી શકાય છે. શિખર સંમેલનની થીમ 'ટકાઉ સામાજીક-ઔદ્યોગિક બહાલી' હતી. વડાપ્રધાન મોદીએ ડીજીટલ સંબોધનમાં ભારત અને અગ્રણી પશ્ચિમી લોકશાહીઓ વચ્ચે નવી વૈશ્વિક ભાગીદારીની દિશામાં આને મહત્વપૂર્ણ પગલુ ગણાવ્યું. જી-૭ ને સમકાલિન વૈશ્વિક બાબતોમાં સૌથી આગળ લાવવાનું શ્રેય અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડનને આપવું જોઇએ. ઝડપભેર તાકાતવાન બની રહેલા ચીન સામેના મુકાબલા માટે અમેરિકાના પ્રયાસો શંકા વગરના છે. જી-૭ સંમેલન દરમ્યાન બાઇડને આક્રમક ચીનની આગેવાની વાળી વિસ્તાર વાદી તાકાતોના પ્રતિકાર માટેના રાજકીય મૂલ્યો પર પ્રકાશ ફેંકયો હતો.

ભારતનું જી-૭ સાથે વધી રહેલું જોડાણ યુએસ અને યુરોપ સાથે પોતાની ભાગીદારી વિસ્તારવાની મહત્વપૂર્ણ તક છે. જી-૭ સંમેલનમાં બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સને ભારતને અતિથી દેશ તરીકે આમંત્રણ આપ્યું હતું. બોરીસ વિસ્તારવાદી દેશો સામે  મુકાબલા માટે મુખ્ય લોકશાહી દેશોનું ગઠબંધન બનાવવા ઇચ્છૂક છે.

(3:20 pm IST)