Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

યુપીના જંગલરાજમાં મહિલાઓની સુરક્ષા ભગવાન ભરોસે : પ્રિયંકા ગાંધી

લખનૌ :  યુપી કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ભાજપ સરકાર ઉપર હુમલો કરતા ટવીટ કરી જણાવેલ કે યુપીમાં મહિલાઓ વિરૂધ્ધ એવા અપરાધ થઇ રહ્યા છે જેથી હળબલી જવાય પણ સરકાર ઉંધી રહી છે, મથુરામાં ૧ વર્ષથી છોકરીને પરેશાન કરતા ગુંડાઓએ ઘરમાં ઘુસી તેણીને છત ઉપરથી ફેંકી દીધી. હમીરપુરમાં છેડછાડથી પરેશાન યુવતીએ આત્મહત્યા કરેલ. સી.એમ. યોગીના જંગલરાજમાં મહિલાઓની સુરક્ષા ભગવાન ભરોસે છે.

(3:22 pm IST)