Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

પુર્વ પ્રધાનમંત્રીના પરીવારજન ગણાવતો ઉમર ગૌતમ ધર્માન્તરણનો આરોપી !

ઉમર ગૌતમે ૧૯૮૪માં ર૦ વર્ષની ઉંમરે નૈનીતાલમાં ધર્માન્તરણ કરી લીધું હતું

લખનૌ, તા., ૨૪: એટીએસે સોમવારે ધર્માન્તરણના મામલામાં મોહમદ ઉંમરની ધરપકડ કરી હતી. તે પોતે પ્રધાનમંત્રીના પરીવારજન હોવાનો દાવો કરે છે. ઉમર ગૌતમ મૂળ ફતેપુરના થરીયાંવ પોલીસ સ્ટેશનના ઁ રમવાં પંથુઆ ગામનો નિવાસી છે. તેનું નામ શ્યામ પ્રતાપસિંહ ગૌતમ હતું. તે રાજપુત પરીવારનો છે. તેણે એટીએસ સમક્ષ દાવો કર્યો છે કે પોતે પુર્વ પ્રધાનમંત્રી  વી.પી.સિંહના પરીવારનો સભ્ય છે. જેની સચ્ચાઇ જાણવા માટે ફતેપુર પોલીસનો સંપર્ક કરવામાં આવી રહયો છે.

એડીશ્નલ ડીજી લો એન્ડ ઓર્ડર શ્રી પ્રશાંતકુમારના જણાવ્યા મુજબ ઉમરના પિતા ધનરાજસિંહ એડીઓ પંચાયતના હોદા ઉપરથી રિટાયર્ડ થયા છે. ઉમરે ૧ થી ૮ સુધીનો અભ્યાસ રમવાં પરીષદીય સ્કુલમાંથી લીધો હતો. ૯ મીથી ૧ર મી સુધીનું શિક્ષણ સર્વોદય ઇન્ટર કોલેજ-ગોપાલગંજમાં થયું હતું. ભણવામાં હોંશીયાર એવા આ યુવાનને  તેના પિતાએ બીએસસી માટે જીબી પંથ કૃષી  વિશ્વ વિદ્યાલય ઉતરાખંડમાં મોકલ્યો હતો.  જયાં નૈનીતાલમાં હોસ્ટેલમાં રહેતો હતો તે દરમ્યાન તેના પગમાં ઇજા થઇ હતી અને બાજુમાં રૂમમાં રહેવાવાળા મુસ્લીમ વિદ્યાર્થીએ તેની મદદ કરી હતી. મુસ્લીમ વિદ્યાર્થી સાયકલ ઉપર બેસાડીને ડોકટર પાસે તેને લઇ ગયો હતો. ઉપરોકત વિદ્યાર્થી અવાર નવાર તેને મસ્જીદમાં પણ લઇ જતો હતો. આ દરમ્યાન ઉમરે હિન્દીમાં કુરાન વાંચ્યું અને તેનાથી પ્રભાવીત થઇ ૧૯૮૪માં ર૦ વર્ષની ઉંમરે નૈનીતાલમાં ધર્માન્તરણ કરી લીધું હતું! એટીએસ આ મામલામાં નાનામાં નાની જાણકારી મેળવી રહી છે.

(4:19 pm IST)