Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

શું આજે કોઇ મોટો નિર્ણય લેવાશે?

મહાબેઠક શરૂ થવાના ત્રણ કલાક પહેલા PM મોદીના નિવાસ સ્થાને અમિતભાઇ શાહ

નવી દિલ્હી, તા.૨૪: જમ્મૂ કાશ્મીરના નેતાઓ સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી મોટી બેઠક કરવા જઈ રહ્યા છે. દિલ્હીથી લઈને જમ્મૂ કાશ્મીર સુધી આ મુદ્દે હલચલ ખૂબ જ વધી ગઈ છે. આ મહાબેઠક ૩ વાગ્યે શરૂ થવાની છે ત્યારે આ પહેલા પીએમ મોદી અને અમિતભાઇ શાહ વચ્ચે મીટિંગ ચાલી રહી છે.

મુખ્ય મીટિંગ શરૂ થાય તેના ત્રણ કલાક પહેલા જ ગૃહમંત્રી અમિતભાઇ શાહ પ્રધાનમંત્રી મોદીના નિવાસ સ્થાને -પહોંચ્યા અને અને બંને વચ્ચે બેઠક ચાલી રહી છે.

વર્ષ ૨૦૧૯માં કાશ્મીરમાંથી ધારા ૩૭૦ હટાવી દીધા બાદ પહેલીવાર આટલી મોટી બેઠક થવા જઈ રહી છે. આ મીટિંગમાં કયા મુદ્દે ચર્ચા કરવામાં આવશે તેનો કોઈ એજન્ડા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યો નથી. જોકે રાજયમાં ચૂંટણી અને સીમાંકન મુદ્દે અટકળો ચાલી રહી છે. બેઠક પહેલા જમ્મુ કશ્મીરમાં અપાયું ૪૮ કલાકનું હાઈએલર્ટ આપી દેવામાં આવ્યું છે.

(4:20 pm IST)