Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

ધંધાની હરિફાઇ એક તરફ : સંબોધો ચકબંધ

રિલાયન્સના ધુરંધર પરિમલભાઇ નથવાણીએ અદાણી ગ્રૃપના ગૌતમભાઇને અભિનંદન આપ્યા

રાજકોટ :  રિલાયન્સના વડીલ સદસ્ય અને આંધ્રના સાંસદ શ્રી પરિમલભાઇ નથવાણીએ તેમના ટવીટર હેન્ડલ ઉપર અદાણી જુથના સર્જક શ્રી ગૌતમભાઇ અદાણીને તેમના જન્મ દિવસ નિમિત્તે અભિનંદન આપી ભગવાન દ્વારકાધીશ તેમને લાંબુ આયુષ્ય આપે ત્થા સારૃં આરોગ્ય આપે તેવી શુભેચ્છા પાઠવી હતી. આ અંગે શેર બજાર, ગુજરાતી દલાલો સહિતના વર્તુળોમાં ભારે ચર્ચા છે. શું બન્ને પ્રતિસ્પર્ધી જુથ નજીક આવી રહ્યા છે ? જો કે હરિફ જુથોના અગ્રણીઓ વચ્ચે પણ મિત્રતા-સંબંધો જરૂર હોઇ શકે છે. હમેશા દુશ્મની કે  આંખો વઢતી હોય એ જરૂરી નથી. પણ દેશના સર્વોચ્ચ ઉદ્યોગ ગૃહના માંધાતા તરફથી એવા જ દિગ્ગજ માંધાતાને જન્મદિનની શુભેચ્છા અપાતા આ બાબતે ચર્ચા એ  ચડી છે.

(4:23 pm IST)