Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

મોર્ડના અને ફાઇઝર વેકસીન લીધા પછી વધી રહેલા હ્ય્દયના જોખમના ૧ર૦૦ કેસ રિવ્યુ કરે છે અમેરીકા

વોશીંગ્ટન, તા., ર૪: અમેરીકાના સેન્ટર ફોર ડીસીસ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના એડવાઇઝરીએ કોવીડ-૧૯ વેકસીન લીધા પછી વધી રહેલા હ્ય્દયરોગના જોખમના ૧ર૦૦ કેસનું રિવ્યું શરૂ કર્યુ છે. ઉલ્લેખનીય છે કે અમેરીકામાં ૧ર૦૦થી વધુ મામલા એવા સામે આવ્યા છે કે જેમાં યુવાનોને ફાઇઝર અને મોર્ડના વેકસીનનો પહેલો અને બીજો ડોઝ આપ્યા બાદ હ્ય્દયને લગતી તકલીફો થઇ હતી. આ વચ્ચે અમેરીકામાં માયોકારડીટીસ  અને પેરીકારડીટીસના કિસ્સાઓ પણ સામે આવ્યા છે. આવી રીતે અમેરીકામાં યુવાનોમાં વધુ કિસ્સાઓ બન્યા છે.

સીડીસી એડવાઇઝરી કમીટી ઓન ઇમ્યુનાઇઝેશન પ્રેકટીસની બેઠક દરમિયાન સેફટી ગૃપના પ્રમુખ પ્રેસ લીએ જણાવ્યું કે રસી લીધા બાદ માયોકારડીટીસના મામલાઓ  નિદાનની પ્રસ્તુતી ખુબ ખાસ રહી છે. તેમના મુજબ આવા મામલાઓમાં વેકસીનનો પહેલો અને બીજો ડોઝ લેવાના એક સપ્તાહ પછી તકલીફો થઇ હતી. અમેરીકામાં અત્યાર સુધી જે કિસ્સા સામે આવ્યા છે. તે મુજબ મોર્ડના વેકસીનનો એક ડોઝ લીધા પછી ર૬૭ માયોકોડીસ અને પેરાકારડીટીસના મામલા સામે આવ્યા છે. જયારે ૮ર૭ મામલામાં બીજો ડોઝ લીધા પછી આવી તકલીફો સામે આવી છે. સીડીસી મુજબ ૧૩ર એવા કેસનું પણ અધ્યયન થઇ રહયું છે જેમાં વેકસીનના કેટલા ડોઝ દેવાયા છે તેની માહીતી સામે આવી નથી. આવા મોટા ભાગના કિસ્સા પુરૂષોમાં દેખાયા છે. જો કે તેની ટકાવારી ખુબ ઓછી છે. સીડીસી બેઠકમાં આવા ૧ર૦૦ કેસનું રિવ્યું થઇ રહયું છે.

આ પૈકીના ૩૦૯ કેસમાં લક્ષણ વિકસીત થયા છે. જેને હોસ્પીટલાઇઝ કરાયા છે અને ર૯પ લોકોને રજા આપી દેવામાં આવી છે. જેમાંથી લગભગ ૭૯ ટકા સંપુર્ણપણે સાજા થઇ ગયા છે. સીડીસી મુજબ ૧૧ જુન સુધી ર લોકોને ઉંડી દેખભાળ સાથે હજી પણ હોસ્પીટલમાં દાખલ કરાયેલા છે. થાક લાગવો, છાતીમાં દુઃખાવો થવો, હ્ય્દયના ધબકારા વધઘટ થવા જેવા લક્ષણો સાથે વધુ કેસીસ  હળવા રહયા છે. જે એક-એક દિવસમાં ઠીક થઇ રહયા છે. ૩૦ થી ઓછી ઉંમરના યુવાનોમાં ફરીયાદો જોવા મળી છે. સીડીસી મુજબ પહેલા ડોઝની સરખામણીએ બીજા ડોઝ બાદ વધુ કેસ સામા આવ્યા છે. તજજ્ઞોએ કહયું કે પ્રભાવીત લોકોની  સંપુર્ણ જાંચ પડતાલ પછી આવતા મહિનાઓમાં દર્દીઓની કેવી ટ્રીટમેન્ટ કરવી તેનો ખ્યાલ આવશે. વિશેષજ્ઞોએ જોર દઇને કહયું કે, આ ઘટના દુર્લભ છે. પ્રતી મીલીયન ડોઝમાં લગભગ ૧ર.૬ હ્ય્દય ઉપર સોજાના મામલા છે. અધિકારીઓએ એમ પણ જોર દઇને કહયું કે રસીના લાભ જોખમોથી વધુ છે.

(4:26 pm IST)