Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

ટ્વીટર એમ.ડી.મનીષ મહેશ્વરીના આગોતરા જામીન મંજુર : જામીન સમયગાળા દરમિયાન કોઈપણ પ્રકારના કડક પગલાં નહીં લેવા યુ.પી.પોલીસને કર્ણાટક હાઇકોર્ટનો આદેશ

કર્ણાટક : કર્ણાટક હાઇકોર્ટે ટ્વીટર એમ.ડી.મનીષ મહેશ્વરીના આગોતરા  જામીન મંજુર કર્યા છે. યુ.પી.પોલીસે તેમના વિરુદ્ધ નોંધેલી એફઆઈઆર સામે ધરપકડથી મુક્તિ આપતા હુકમ સાથે નામદાર કોર્ટે જામીન સમયગાળા દરમિયાન  કોઈપણ પ્રકારના કડક પગલાં નહીં લેવા યુ.પી.પોલીસને આદેશ કર્યો છે.

ગાઝિયાબાદ એટેકનો વિડિઓ પ્રસારિત કરવા બદલ યુ.પી.પોલીસે તેમના વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી છે. જેના વિરુદ્ધ મનીષ  મહેશ્વરીએ પોતાની ધરપકડ ન થાય તે માટે કર્ણાટક હાઇકોર્ટમાં અરજ ગુજારી હતી. જેના અનુસંધાને નામદાર કોર્ટે તેમના આગોતરા જામીન મંજુર કર્યા હતા.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(5:54 pm IST)