Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

દુકાનદારો ,ફેરિયાઓ ,તેમજ ટેક્સી ડ્રાયવર સહિતના લોકોએ ધંધો કરવો હોય તો ફરજીયાત વેક્સીન લેવી પડશે : મેઘાલય સરકારની સૂચના સામે હાઇકોર્ટની રોક : પરાણે વેક્સીન લેવડાવવી તે બાબત નાગરિકના મૂળભૂત અધિકારનો ભંગ છે : નામદાર કોર્ટે રાજ્ય સરકારનો ખુલાસો માંગ્યો : આગામી મુદત 30 જૂનના રોજ

મેઘાલય : મેઘાલયમાં દુકાનદારો ,ફેરિયાઓ ,તેમજ ટેક્સી ડ્રાયવર સહિતના લોકોને ધંધો કરવો હોય તો વેક્સીન ફરજીયાત લેવી પડશે તેવું દબાણ કરવા વિરુદ્ધ મેઘાલય હાઇકોર્ટએ રોક લગાવી છે.

નામદાર કોર્ટે જણાવ્યું છે કે પરાણે વેક્સીન લેવડાવવી તે બાબત નાગરિકના મૂળભૂત અધિકારનો ભંગ છે . દરેક નાગરિક પોતાની અંગત લાઈફ પોતાની રીતે જીવવા માટે સ્વતંત્ર છે.તેના ઉપર ફરજીયાત વેક્સીન લેવાનું દબાણ કરી શકાય નહીં.

રાજ્ય સરકાર દ્વારા દુકાનદારો ,ફેરિયાઓ ,તેમજ ટેક્સી ડ્રાયવર સહિતના લોકોને ધંધો કરવો હોય તો વેક્સીન લેવી પડશે તેવી સૂચના આપવામાં આવી હોવાનું નામદાર કોર્ટના ધ્યાનમાં આવતા રાજ્ય સરકારના આદેશ વિરુદ્ધ રોક લગાવાઇ છે. તથા ખુલાસો માંગવામાં આવ્યો છે.

આગામી સુનાવણી મુદત 30 જૂન રાખવામાં આવી છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(6:17 pm IST)