Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

Facebookએ લૉન્ચ કર્યા ક્લબહાઉસ જેવા ફીચર્સ

લાઈવ ઓડિયો રૂમ અને પોડકાસ્ટ મળશે : માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટર અને મેસેજિંગ પ્લેટફોર્મ ડિસ્કોર્ડે તેમના લાઇવ ઓડિયો સેગમેન્ટ્સ શરૂ કર્યા છે

નવી દિલ્હી,તા.૨૪ : સોશિયલ મીડિયા કંપની ફેસબુકએ તેના પ્લેટફોર્મ પર Clubhouse જેવા લાઇવ ઓડિયો રૂમ અને પોડકાસ્ટ શરૂ કર્યા છે. ક્લબહાઉસને એક ઈન્વાઇટવાળી લાઇવ ઓડિયો એપ્લિકેશનથી ગત એક વર્ષમાં મોટી સફળતા મળી છે. ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગ પણ એપ પર દેખાઈ ચુક્યા છે. ફેસબુકનું કહેવું છે કે તે તેના પ્લેટફોર્મ પર ઓડિયોને વધુ સારું માધ્યમ બનાવવા માંગે છે. અગાઉ માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટર અને મેસેજિંગ પ્લેટફોર્મ ડિસ્કોર્ડે તેમના લાઇવ ઓડિયો સેગમેન્ટ્સ શરૂ કર્યા છે.

માઇક્રોસોફ્ટની માલિકીની લિંક્ડઇન અને રેડ્ડિટ પણ ટૂંક સમયમાં આવી પ્રોડકટ લોન્ચ કરી શકે છે. અમેરિકામાં લોકપ્રિય હસ્તીઓ અને કેટલાક ફેસબુક ગ્રુપ આઈઓએસનો ઉપયોગ કરીને લાઇવ ઓડિયો રૂમ બનાવી શકશે. જેમાં ૫૦ જેટલા સ્પીકર્સ હશે અને શ્રોતાઓની સંખ્યા પર કોઈ પાબંદી નહીં રહે. ફેસબુકે કહ્યું કે, યુઝર્સ એવા લોકોને પણ બોલાવવા માટે આમંત્રિત કરી શકશે,

જેમની પાસે વેરિફાઇડ બેઝ નથી. યુ.એસ. શ્રોતાઓ માટે ફેસબુક પર સિલેક્ટેડ પોડકાસ્ટ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. ભારતમાં પણ ક્લબહાઉસના યુઝર્સ છે. તાજેતરમાં પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીઓ દરમિયાન ચૂંટણી વ્યૂહરચનાના નિષ્ણાંત પ્રશાંત કિશોરનું ક્લબહાઉસ સેશન ચર્ચામાં આવ્યું હતું. ઓડિયો ચેટ આધારીત સોશ્યલ નેટવર્કિંગ એપ કલબહાઉસને ભારતમાં જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે.

૨૧ મેના રોજ એન્ડ્રોઇડ પર ક્લબહાઉસ ઇન્ડિયાની શરૂઆત કરવામાં આવી હતી. લોન્ચ થયાના પાંચ દિવસમાં એટલે કે ૨૫ મે સુધીમાં ગૂગલ પ્લે સ્ટોર પરથી .૦૩ લાખ ડાઉનલોડ થઈ ગયા હતા અને જો આઈઓએસના ડાઉનલોડ્સ પણ ઉમેરવામાં આવે તો સંખ્યા બે લાખથી વધુ છે. તાજેતરના અપડેટમાં તેને ૩૦ દિવસની અંદર ભારતમાં મિલિયનથી વધુ ડાઉનલોડ્સ મળી ગયા છે,

જ્યારે ભારતમાં હવે તે મિલિયનથી વધુ એક્ટિવ યુઝર્સ છે. સેન્સર ટાવરના મોબાઇલ ઇનસાઇટ વ્યૂહરચનાકાર ક્રેગ ચેપલ કહ્યું કે ક્લબહાઉસને વિશ્વભરમાં ૨૫. મિલિયન ડાઉનલોડ્સ મળી ચુક્યા છે. ગૂગલ પ્લે સ્ટોર પર એપ્લિકેશન શરૂ થયા પછી ભારતે નંબર દેશ તરીકે સ્થાન મેળવ્યું છે, અહીં અત્યાર સુધીમાં . મિલિયન ઇન્સ્ટોલ થઇ ચુક્યા છે.

(9:51 pm IST)