Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ:12 બળવાખોર ધારાસભ્યોની સદસ્યતા રદ કરવા માટે સ્પીકર પાસે પહોંચી શિવસેના

શિવસેનાએ સુપ્રીમ કોર્ટના કાયદાકીય નિષ્ણાતોની મદદથી અરજી તૈયાર કરી.

મુંબઈ : શિવસેનાના સાંસદ અરવિંદ સાવંતે કહ્યું કે, મીટિંગ પહેલા નોટિસ જારી કરવામાં આવી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે જો તમે મીટિંગમાં હાજર નહીં રહેશો તો બંધારણ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. કેટલાક આવ્યા ન હતા તો કેટલાકે અકારણ કારણો આપ્યા હતા.

  મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે શિવસેનાના નેતાઓ 12 બળવાખોર ધારાસભ્યોની સદસ્યતા રદ કરવાની માંગ સાથે સ્પીકર પાસે પહોંચ્યા છે. પાર્ટીએ સુપ્રીમ કોર્ટના કાનૂની નિષ્ણાતોની મદદથી આ અરજી તૈયાર કરી છે.

 શિવસેનાના સાંસદ અરવિંદ સાવંતે કહ્યું કે અમે ડેપ્યુટી સ્પીકર (મહારાષ્ટ્ર વિધાનસભા) સમક્ષ અરજી દાખલ કરી છે અને માગણી કરી છે કે 12 ધારાસભ્યોની સભ્યતા રદ કરવામાં આવે કારણ કે તેઓ ગઈકાલની બેઠકમાં હાજર ન હતા.

મીટીંગ પહેલા નોટીસ જારી કરવામાં આવી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે જો તમે મીટીંગમાં હાજર નહી રહેશો તો બંધારણ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. કેટલાક આવ્યા ન હતા તો કેટલાકે અકારણ કારણો આપ્યા હતા. શિવસેનાના બળવાખોર વિધાનસભ્ય એકનાથ શિંદેએ ટ્વીટ કર્યું, "તમે 12 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવીને અમને ડરાવી શકતા નથી કારણ કે અમે શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરેના અનુયાયીઓ છીએ. અમને કાયદો ખબર છે, તેથી અમે ધમકીઓ પર ધ્યાન આપતા નથી."

(12:00 am IST)