Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

સુકન્‍યા સમૃધ્‍ધિ યોજના,PPFસહિતની નાની બચત પરનું વ્‍યાજ ટૂંક સમયમાં વધશે

નાણા મંત્રાલય આ મહિનાના અંત સુધીમાં આગામી ક્‍વાર્ટર એટલે કે જુલાઇ-સપ્‍ટેમ્‍બર માટેના દરોની જાહેરાત કરશે : બે વર્ષની દરોમાં કોઇ ફેરફાર નહીં : RBIએ રેપો રેટમાં ૦.૯૦ ટકાનો વધારો કર્યો છે : આગામી ક્‍વાર્ટરમાં રેપો રેટમાં ૦.૬૦ ટકાનો વધારો થવાની ધારણા : બેંકોએ FD પર ૦.૫૦ ટકાથી વધુ વ્‍યાજ વધાર્યું છે

નવી દિલ્‍હી,તા. ૨૪ : પોસ્‍ટ ઓફિસ આરડી અને એફડી સહિત અન્‍ય નાની બચત પર તમે આવતા મહિનાથી વધુ વ્‍યાજ મેળવી શકો છો. છેલ્લા બે વર્ષથી નાની બચતના વ્‍યાજ દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્‍યો નથી. અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે રિઝર્વ બેંક દ્વારા રેપો રેટમાં તીવ્ર વધારો કર્યા બાદ સરકાર નાની બચતને આકર્ષક બનાવવા માટે તેના પર વ્‍યાજ દરમાં વધારો કરી શકે છે. નાણા મંત્રાલય આ મહિનાના અંત સુધીમાં આગામી ક્‍વાર્ટર એટલે કે જુલાઈ-સપ્‍ટેમ્‍બર માટેના દરોની જાહેરાત કરશે.

અર્થશાષાીઓનું કહેવું છે કે બોન્‍ડ્‍સ પરની યીલ્‍ડ પણ વધી રહી છે અને બીજી તરફ સરકારને ૧ લાખ કરોડ રૂપિયાના વધારાના ઋણની જરૂર પડે તેવી અપેક્ષા છે. આવી સ્‍થિતિમાં, સરકાર આખરે નાની બચત યોજનાઓમાં વધારો કરશે. ICRAના મુખ્‍ય અર્થશાષાી અદિતિ નાયર કહે છે કે નાની બચતના દરમાં વધારો થવાથી આવી યોજનાઓમાં વધુ નાણાપ્રવાહ થઈ શકે છે. આનાથી નાના રોકાણકારો તેમની બચત પર વધુ વ્‍યાજ મેળવી શકશે.

તે જ સમયે, તે સરકારની રાજકોષીય ખાધને મર્યાદિત કરવામાં પણ મદદ કરશે કારણ કે તેણે ઓછું ઉધાર લેવું પડશે. આ સિવાય તે બોન્‍ડ માર્કેટની ગભરાટ પણ ઘટાડશે. નાયરને અપેક્ષા છે કે ૧૦-વર્ષના સરકારી બોન્‍ડ્‍સ (જી-સેક) પર ઉપજ વર્તમાન ૭.૪ ટકાથી વધીને ૭.૭૫-૮.૦ ટકા થશે, એમ નાયરે જણાવ્‍યું હતું. ICRAનો અંદાજ છે કે FY ૨૦૨૩ ના બીજા ક્‍વાર્ટરમાં, RBI રેપો રેટમાં ૦.૬૦ ટકાનો વધુ વધારો કરી શકે છે.

નાની બચત પર વ્‍યાજ દર નાણા મંત્રાલય દ્વારા નક્કી કરવામાં આવે છે. જયારે આરબીઆઈના રેપો રેટના આધારે બેંકો અન્‍ય બચત અને લોન પરના વ્‍યાજ દરો પોતે જ નક્કી કરે છે. નાણા મંત્રાલય દ્વારા દર ત્રણ મહિને નાની બચતના વ્‍યાજ દરોમાં ફેરફારની સમીક્ષા કરવામાં આવે છે અને આગામી ત્રિમાસિક ગાળા માટે વ્‍યાજ દરો સૂચિત કરવામાં આવે છે. વર્તમાન ક્‍વાર્ટર માટે વ્‍યાજ દરોની સૂચના નાણા મંત્રાલય દ્વારા ૩૧ માર્ચ, ૨૦૨૨ ના રોજ જારી કરવામાં આવી હતી, જે ૧ એપ્રિલ, ૨૦૨૨ થી અમલમાં આવી હતી.

નાની બચત યોજનાઓમાં સમાવિષ્ટ સુકન્‍યા સમૃદ્ધિ યોજના માત્ર ઊંચા વ્‍યાજની ઓફર જ નથી કરતી પણ વાર્ષિક રૂ. ૧.૫૦ લાખ સુધીની કરમુક્‍તિ પણ આપે છે. સકન્‍યા ખાતું દીકરીઓ માટે છે. તે એક વર્ષથી ૧૦ વર્ષની પુત્રી માટે શરૂ કરી શકાય છે. જયારે દીકરી ૨૧ વર્ષની થાય ત્‍યારે ડિપોઝિટ ઉપાડવાની સુવિધા ઉપલબ્‍ધ હોય છે, પરંતુ ૧૮ વર્ષની ઉંમરે પહોંચવા પર તે તેના ઉચ્‍ચ શિક્ષણ માટે રકમ ઉપાડી શકે છે.

તમે PPF પર વર્તમાન વ્‍યાજ કરતાં વધુ લાભ મેળવી શકો છો. નાણાકીય સલાહકારોનું કહેવું છે કે PPF પરના વ્‍યાજની ગણતરી દર મહિનાની ૫જ્રાક તારીખથી તે મહિનાની છેલ્લી તારીખ વચ્‍ચેની ન્‍યૂનતમ રકમ પર કરવામાં આવે છે. આવી સ્‍થિતિમાં, જો તમે દર મહિનાની ૪ તારીખ પહેલા રકમ જમા કરો છો, તો તમે એક મહિનાના વધારાના વ્‍યાજનો લાભ લઈ શકો છો.

(10:29 am IST)