Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

નાણાકીય બોજો સહન થતો નથી : વિનામૂલ્‍યે અન્‍ન યોજના બંધ કરો

નાણા મંત્રાલયે સરકારને આપી ચેતવણી : વધતા સબસીડી બિલ અંગે ચિંતા દર્શાવી : જો આ યોજના ચાલુ રખાય તો ફૂડ સબસીડી બિલ રૂા. ૩.૭ લાખ કરોડનું થઇ જશે : પેટ્રોલ - ડિઝલ પરની ડયુટી ઘટાડાના સરકાર ઉપર ૧ લાખ કરોડનો બોજો પડયો

નવી દિલ્‍હી તા. ૨૪ : નાણા મંત્રાલયના ખર્ચ વિભાગે રેશનકાર્ડ પર મફત અનાજ સપ્‍ટેમ્‍બર મહિના પછી આપવા અથવા ટેક્ષમાં કોઇ મોટા કાપ મુકવા સામે સરકારની નાણાંકીય સ્‍થિતીને ધ્‍યાનમાં રાખીને ચેતવણી આપી છે. સરકારે માર્ચ મહિનામાં પ્રધાનમંત્રી ગરીબ કલ્‍યાણ અન્‍ન યોજના (પીએમજીકેએવાય)ને છ મહિના માટે લંબાવી હતી.

સરકારે નાણાંકીય વર્ષ ૨૦૨૩ માટે અન્‍ન સબસીડી ખાતે ૨.૦૭ લાખ કરોડનું બજેટ ફાળવ્‍યું છે જે ૨૦૨૨ના ૨.૮૬ લાખ કરોડ કરતા ઓછું છે. પીએમજીકેએવાયને સપ્‍ટેમ્‍બર મહિના સુધી લંબાવવાની બજેટ ૨.૮૭ લાખ કરોડથી વધી જશે અને તેને જો વધુ છ મહિના લંબાવવામાં આવે તો તેનાથી ૮૦ હજાર કરોડ બીજા વધશે. જેના કારણે અન્‍ન સબસીડીનું બજેટ ૩.૭ લાખ કરોડે પહોંચશે.

એકપેન્‍ડીચર વિભાગે એક આંતરિક પત્રમાં કહ્યું છે કે વધારાના કોઇ ટેક્ષ ઘટાડા અથવા અન્‍ન સબસીડીમાં વધારાથી સરકારનું નાણાંકીય ગણીતમાં ગડબડ થશે. ખાસ કરીને પીએમજીકેએવાય યોજનાને અત્‍યારે નક્કી કરાયલ સમયગાળાથી વધારે લંબાવવી સલાહભરી નથી.

આ પત્રમાં કહેવાયું છે કે ફ્રી રેશન યોજના લંબાવવી, ખાતરની સબસીડીમાં વધારો, રાંધણગેસમાં ફરીથી સબસીડી આપવી, પેટ્રોલ - ડીઝલમાં એકસાઇઝ ડયુટીમાં ઘટાડો, ખાદ્યતેલોમાં કસ્‍ટમ ડયુટીમાં ઘટાડો વગેરે પગલાઓથી સરકારની નાણાંકીય સ્‍થિતિ ગંભીર બની છે. ગયા મહિને પેટ્રોલ - ડીઝલની એકસાઇઝ ડયુટી ઘટાડવાથી સરકારની આવકમાં ૧ લાખ કરોડનો ઘટાડો થયો છે.

(11:25 am IST)