Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

પોલીસ લોકઅપમાં મોત : પોલીસ કસ્ટડી દરમિયાન કથિત મોતને ભેટનાર 27 વર્ષીય યુવાનના પરિવારજનોને 10 લાખ રૂપિયાનું વળતર આપવા ત્રિપુરા હાઈકોર્ટનો રાજ્ય સરકારને આદેશ


ત્રિપુરા : ત્રિપુરા હાઈકોર્ટે બુધવારે રાજ્ય સરકારને જમાલ હુસૈનના પરિવારના સભ્યોને વળતર તરીકે રૂ. 10 લાખ ચૂકવવાનો નિર્દેશ આપ્યો હતો, જેનું પોલીસ લોકઅપમાં કસ્ટોડિયલ ડેથને કારણે કથિત રીતે મૃત્યુ થયું હતું. ચીફ જસ્ટિસ ઈન્દ્રજીત મહંતી અને જસ્ટિસ સત્ય ગોપાલ ચટ્ટોપાધ્યાયની ડિવિઝન બેન્ચે આદેશ આપ્યો હતો કે મૃતકની વિધવા, બાળકો અને માતા વળતરની રકમના સમાન હિસ્સાના હકદાર હશે.

27 વર્ષીય જમાલ હુસૈન (પીડિત) દુબઈમાં ક્લીનર તરીકે ફરજ બજાવતો હતો અને સપ્ટેમ્બર 2021માં તેની માતા, પત્ની અને બાળકો સહિત પરિવાર સાથે રજાઓ માણવા ઘરે આવ્યો હતો. તે 22 સપ્ટેમ્બર, 2021ના રોજ દુબઈ પરત આવવાનો હતો. જો કે, 14 સપ્ટેમ્બર, 2021 ના રોજ, લગભગ 11.30 વાગ્યે, 6/7 પોલીસ કર્મચારીઓની બનેલી પોલીસ ટીમ તેના ઘરે આવી, તેને પકડી લીધો અને તેની સાથે મારપીટ શરૂ કરી અને તે પછી તેઓ તેને પોલીસ સ્ટેશન લઈ ગયા.
બીજા દિવસે સંબંધીઓને જાણ કરવામાં આવી કે હુસૈનનું લોકઅપમાં મૃત્યુ થયું છે.તેવું એલ.એલ.એચ.દ્વારા જાણવા મળે છે.

(2:24 pm IST)