Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

બાઇડને નવા વૈજ્ઞાનિક સલાહકારની કરી દરખાસ્ત

ભારતીય મૂળના ભૌતિક શાસ્ત્રી આરતી પ્રભાકર બનશે વૈજ્ઞાનિક સલાહકાર

વોશીંગટનઃ અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડને વ્હાઇટ હાઉસના વિજ્ઞાન અને ટેકનોલોજી ઓફીસના વડા અને તેમના નવા વૈજ્ઞાનિક સલાહકાર તરીકે ભૌતિક શાસ્ત્રી આરતી પ્રભાકરના નામની દરખાસ્ત કરી છે. આરતી ડીફેન્સ રીસર્ચ પ્રોજેકટ એજન્સી(ડીએઆરપીએ)ના ભૂતપૂર્વ ડાયરેકટર છે અને સરકારી તથા ખાનગી ક્ષેત્રમાં કામ કરવાનો અનુભવ ધરાવે છે.

(3:53 pm IST)