Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

કેન્‍દ્રિય કર્મચારીઓને જલ્‍સો કરાવી દેશે મોદી સરકારઃ ખાતામાં જમા થઇ શકે છે ૨-૨ લાખ

ડીએનું એરિયર્સ મળી શકે છેઃ તુરતમાં એલાન

નવી દિલ્‍હી, તા.૨૪: આગામી મહિને સરકાર કેન્‍દ્ર સરકારના કર્મચારીઓને મોટી ભેટ આપી શકે છે. એવા અહેવાલ છે કે કેન્‍દ્ર સરકાર જુલાઈમાં કર્મચારીઓના બાકી ડીએ ચૂકવી શકે છે. આ સાથે કર્મચારીઓના DAમાં વધારા (DA Hike)ની પણ જાહેરાત થઈ શકે છે. જાન્‍યુઆરી ૨૦૨૦ થી જૂન ૨૦૨૧ સુધી સરકારી કર્મચારીઓને હજુ સુધી ડીએના પૈસા મળ્‍યા નથી. તેઓ સતત તેમની બાકી રકમ ચૂકવવાની માંગ કરી રહ્યા છે.

 કોવિડને કારણે સરકારે ડીએ હોલ્‍ડ પર મૂકયું હતું. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે સરકાર ટૂંક સમયમાં ૧૮ મહિનાના ડીએનું એરિયર્સ ચૂકવી શકે છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે સરકાર કર્મચારીઓના ખાતામાં એકવાર ૨ લાખ રૂપિયા મૂકી શકે છે. કર્મચારીઓને તેમના પગાર બેન્‍ડ અનુસાર ડીએના બાકી નાણાં મળશે. જો સરકાર ડીએ એરિયર્સ ચૂકવે છે, તો લેવલ ૧ના કર્મચારીઓનું ડીએ એરિયર્સ રૂ. ૧૧૮૮૦ થી રૂ. ૩૭૦૦૦ ની વચ્‍ચે હોઈ શકે છે. તે જ સમયે, સરકાર લેવલ ૧૩ના કર્મચારીઓને ડીએ એરિયર્સ તરીકે રૂ. ૧,૪૪,૨૦૦ થી રૂ. ૨,૧૮,૨૦૦ ચૂકવી શકે છે.

સરકાર જુલાઈ મહિનામાં કેન્‍દ્રીય કર્મચારીઓના ડીએમાં ૪ થી ૫ ટકાનો વધારો કરી શકે છે. જો કે સરકારે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપ્‍યું નથી. જો કે, વધતી મોંઘવારીને જોતા એવું માનવામાં આવે છે કે સરકાર તેના કર્મચારીઓના ડીએમાં વધારો કરીને રાહત આપી શકે છે. હાલમાં કર્મચારીઓને ૩૪ ટકાના દરે ડીએ મળી રહ્યો છે. માર્ચમાં સરકારે ડીએમાં ૩ ટકાનો વધારો કર્યો હતો.

જો સરકાર મોંઘવારીના આંકડાને ધ્‍યાનમાં રાખીને કર્મચારીઓના ડીએમાં ચાર ટકાનો પણ વધારો કરે તો ૫૦ લાખ કર્મચારીઓ અને ૬૫ લાખ પેન્‍શનધારકોને તેનો લાભ મળશે. સરકારી કર્મચારીઓને આપવામાં આવતો DA તેમના નાણાકીય સહાય પગાર માળખાનો એક ભાગ છે.

(3:55 pm IST)