Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

ભાગ્યે જ મળતી ટ્રીપલ લા નીના પર્યાવરણીય ઘટના બનશે ૧૯૫૦ પછી બે જ વાર બનેલી ઘટના ૨૦૨૩માં જોવા મળશે

નવી દિલ્હીઃ  ૨૦૨૩ લાંબો સમય ચાલતી લા–નીના નામની પર્યાવરણીય ઘટના બની શકે છે. તેનાથી સળંગ ત્રણ વર્ષ ચાલતી ટ્રીપલ–ડીપ લા–નીના બનશે. જે ૧૯૫૦ પછી ફકત બે વાર જ બની છેે. અત્યાર સુધીમાં આના કારણે પૂર્વ ઓસ્ટ્રેલીયામાં પૂર અને અમેરિકા તથા પૂર્વ આફ્રીકામાં દુકાળની સ્થિતિ સર્જાઇ ચૂકી છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે લાંબા ગાળાના લા–નીનાની ઘટના કદાચ એમજ બને છે પણ કેટલાક રિસર્ચરો માને છે કે વાતાવરણમાં ફેરફારના કારણે ભવિષ્યમાં લા–નીનાની પરિસ્થિતી અવારનવાર જોવા મળશે.

(3:57 pm IST)