Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

નવીન પટનાયક અને જગન મોહન રેડ્ડીએ દ્રૌપદી મૂર્મુને આપ્‍યું સમર્થન : રાષ્ટ્રપતિ બનવું લગભગ નક્કી

નવી દિલ્‍હી:તા.૨૪:આજે દ્રૌપદી મુર્મૂ પોતાનું નામાંકન દાખલ કર્યું છે. વિપક્ષે ભલે યશવંત સિન્‍હાને આ ચૂંટણી માટે પોતાના ઉમેદવાર બનાવ્‍યા છે, પરંતુ આંકડાઓ પર નજર કરીએ તો દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રપતિ બનવું લગભગ નિશ્ચિત જણાય છે. આ જ કારણ છે કે ભાજપ અને સમગ્ર એનડીએ મુર્મૂની જીતને લઈને પૂરેપૂરો વિશ્વાસ ધરાવે છે.

ગઠબંધન મુજબ NDA પાસે સૌથી વધુ ૫,૨૬,૯૬૬ મત હશે. બીજી તરફ UPA ને મેજિક ફિગર કરતા ઘણા ઓછા વોટ મળ્‍યા હોવાનું જણાય છે. ઓડિશાના CM નવીન પટનાયક અને આંધ્રપ્રદેશના CM જગન મોહન રેડ્ડીએ પણ NDA¨ નાં ઉમેદવાર મુર્મુને સમર્થન આપ્‍યું છે. તે સ્‍પષ્ટ છે કે વિપક્ષ અને અન્‍યો સહિત પણ બહુમતીનો આંકડો પૂરો નહીં થાય.

હવે જો કુલ વોટની વાત કરીએ તો NDA પાસે ૫,૨૬,૯૬૬ વોટ છે.જયારે UPA પાસે માત્ર ૨,૬૪,૧૫૮ વોટ છે, જો અન્‍યની વાત કરીએ તો તેમની પાસે ૨,૮૭,૭૯૧ વોટ છે. એટલે કે હાલમાં કોઈપણ ગઠબંધન પાસે પૂર્ણ બહુમતીનો આંકડો નથી, પરંતુ NDA તેની સૌથી નજીક છે. NDA નું કુલ વોટ વેલ્‍યુ ૫,૨૬, ૯૬૬ છે એટલે કે તેને માત્ર ૧૨,૪૯૨ વોટ વેલ્‍યુનો જુગાડ કરવો પડશે.

કારણ કે નવીન પટનાયકની BJDએ મુર્મુને સમર્થન જાહેર કર્યું છે, જો BJDના ૩૧,૬૬૮ વોટ મૂલ્‍ય NDA માં ભળી જશે તો દ્રૌપદી મુર્મૂ બહુમતીના જાદુઈ આંકડાને પાર કરશે. આ સાથે હવે જગન મોહન રેડ્ડીની YSR કોંગ્રેસના 45 હજારથી વધુ મતો પણ જોડાશે. આનો સીધો અર્થ એ છે કે દ્રૌપદી મુર્મૂ સરળતાથી રાષ્ટ્રપતિની ખુરશી સુધી પહોંચી જશે.

(4:22 pm IST)