Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

વજન ઘટાડવા જીમમાં ગયા વિના ઘરે જ કરો આ કસરતો

સ્‍કવોટ એંકલ ટચ અને પુશ અપ થ્રુ જેવી કસરતો કરવાથી બોડી ફીટનેસ જળવાય

નવી દિલ્‍હીઃ અયોગ્‍ય આહાર કે જંકફૂડ ખાવાથી ઘણા લોકોનું વજન જરૂરી કરતા વધી જતા ખર્ચો કરી જીમમાં જાય છે. ત્‍યારે વજન ઉતારવા માટે જીમમાં ગયા વિના ઘરે રહીને અલગ-અલગ રીતની કસરત કરી શકાય છે. જેમાં દોરડા કુદ, ઘુંટણને સ્‍પર્શ, પુશ અપ થ્રુ વગેરે જેવી કસરત ઘેર બેઠા કરી શકાય છે.

વધારે પડતું જંકફૂડ ખાવથી વજન પણ વધે છે અને સ્વાસ્થય પણ બગડે છે..જી હાં આવી સ્થિતિમાં લોકો વજન ઘટડાવા જીમમાં પૈસા ભરે છે..અને થોડા દિવસ પછી જીમ જતા નથી...જેથી પૈસા ખોટી રીતે ખર્ચ થઈ જાય છે..ત્યારે અમે તમને વજન ઉતારવા માટે ઘરે કંઈ કંઈ કસરત કરી શકાય તે વિશે જણાવીશું...જેનાથી જીમમાં ગયા વિના જ વજન ઉતરી જશે..

વજન ઘટાડવા માટે ઘરે જ કરો આ કસરતો-

સ્ક્વોટ એંકલ ટચ:

1- આ કસરત  માટે તમે તમારા પગ સહેજ ખુલ્લા રાખીને ખભાની પહોળાઈ પર ઊભા રહો.

2-હાથને તમારા માથાની પાછળ રાખો, હવે તમારા ઘૂંટણ પર વાળો અને તમારા જમણા ઘૂંટણને આગળ લાવો અને તમારા શરીરનું વજન તમારા જમણા પગ પર લાવો. આ દરમિયાન તમે તમારા ડાબા પગને ઊંચો કરો. હવે જમણા હાથનો ઉપયોગ કરીને, તમારા ડાબા ઘૂંટણને સ્પર્શ કરો.

દોરડા કૂદો:

દોરડું કૂદવું એ એક એવી કસરત છે જે તમારા આખા શરીરને ફિટ રાખવાનું કામ કરે છે. જેથી તમે દરરોજ સવારે અથવા સાંજે દોરડા કૂદી શકો છો. આમ કરવાથી તમે હંમેશા ફિટ રહેશો.

પુશ અપ આર્મ થ્રુ:

જમીન પર મોઢું રાખીને સૂવાની સ્થિતિમાં આવો. હવે તમારા પગને એકસાથે રાખો અને તમારું વજન છાતી પર હોવું જોઈએ.હવે તમારા હાથને જમીન પર ખભા, હથેળીઓ પર લગભગ એક અંતરે રાખો. આ પછી માથાથી તમારી એડી સુધી એક સીધી રેખા બનાવો અને પેટને પકડી રાખો. આ સ્થિતિને પ્લેન્ક કહેવામાં આવે છે.આ પછી, હવે તમારા જમણા હાથથી ડાબા હાથને સ્પર્શ કરો.

(5:27 pm IST)