Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

ખાદ્યચીજોની અછતથી દુનિયા ઉપર આફતના વાદળો ઘેરાયા

આર્થિક અસમાનતાથી સમસ્યા વકરી : હવે યુક્રેનમાં યુદ્ધના પરીબળનો ઉમેરો થયો છે જેના કારણે ક્યારેય જોવા મળ્યું ન હોય એ પ્રકારે ભૂખમરો શરુ થયો

બર્લિન , તા.૨૪ : ખાદ્યચીજોની વૈશ્વિક અછતના લીધે દુનિયા ઉપર એક આફતના વાદળો ઘેરાય રહ્યા હોવાની ચેતવણી યુનાઇટેડ નેશન્સ (યુએન) વડાએ આજે આપી હતી.

જળવાયુ પરિવર્તન, કોરોના વાયરસની મહામારી અને આર્થિક અસમાનતા જેવી સ્થિતિઓના કરને ઉભી થયેલી સમસ્યામાં હવે યુક્રેનમાં યુદ્ધના પરીબળનો ઉમેરો થયો છે જેના કારણે ક્યારેય જોવા મળ્યું ન હોય એ પ્રકારે હજારો લાખો લોકોને અસર થાય એવો ભૂખમરો શરુ થયો છે એમ યુએન મહાસચિવ એન્ટોનિયો ગુટેરસે જણાવ્યું હતું.

વર્ષ ૨૦૨૨માં કેટલીયે જગ્યાએ ભૂખમરો જાહેર કરવો પડશે એવું જોખમ ઉભું થયું છે અને વર્ષ ૨૦૨૩ની સ્થિતિ તો અત્યારે છે તેના કરતા પણ ખરાબ હશે, એમ ગુટેરસે બર્લિનમાં એકત્ર થયેલા વિકાસશીલ રાષ્ટ્રો અને લગબગ એક ડઝન જેટલા ધનિક રાષ્ટ્રોના અધિકારીઓને વિડીયો મેસેજના માધ્યમથી જણાવ્યું હતું.

વિશ્વ ખેડૂતો જયારે ફર્ટીલાઈઝર અને ઉર્જાના ઊંચા ભાવોથી પરેશાન છે ત્યારે એશિયા, આફ્રિકા અને અમેરિકા ખંડના પાક ઉપર તેની અસર જોવા મળશે. અત્યારે અનાજ એકત્ર કરવાની સ્મ્ય્સા છે જે આવતા વર્ષે અનાજની અછતની સમસ્યા બનશે. આવી આફતની માઠી અસરથી કોઈપણ દેશ બાકાત રહેશે નહી, એમ તેણે ઉમેર્યું હતું.

અત્યારે યુએન યુક્રેન અનાજની નિકાસ કરી શકે અને રશિયા પણ કોઇપણ પ્રતિબંધ વગર અનાજ અને ફર્ટીલાઈઝર વૈશ્વિક બજારમાં વેચી શકે એના માટે વાટાઘાટ ચલાવી રહ્યું હોવાનું ગુટેરસે જણાવ્યું હતું. તેણે અમીર રાષ્ટ્રો ગરીબ રાષ્ટ્રોના દેવા માફ કરે એવી અપીલ પણ કરી હતી.

(7:50 pm IST)