Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

પાકિસ્તાન ચીનને ગિલગિટ બાલ્ટિસ્તાન લીઝ પર આપી શકે : સ્થાનિક લોકોમાં ભારે ફફડાટ

સ્થાનિક લોકોએ કહ્યું -“ગિલગિટ-બાલ્ટિસ્તાન આવનારા સમયમાં વૈશ્વિક શક્તિઓ માટે સ્પર્ધાનું કેન્દ્ર બની શકે

નવી દિલ્હી : પાકિસ્તાન હવે વધુ દેવાનો બોજ ઉઠાવી શકે તેવી સ્થિતિમાં નથી. આ એવો દેશ જે છેલ્લા કેટલાક વર્ષોમાં સતત ગરીબી તરફ આગળ વધી રહ્યો છે. અગાઉના વડા પ્રધાન ઈમરાન ખાન તેમનો કાર્યકાળ પૂરો કરી શક્યા નહોતા પરંતુ તેમણે દેશને તબાહ કરવામાં કોઈ કસર છોડી ન હતી. ઇમરાને ઐતિહાસિક રીતે દેવું કરીને દેશ છોડી દીધો અને હવે સત્તા શાહબાઝ શરીફના હાથમાં છે. વડાપ્રધાન બનતાની સાથે જ તેમણે લોકોને રાહત આપવાને બદલે પેટ્રોલના ભાવમાં 30 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો. પાકિસ્તાન મદદ માટે ચીન તરફ જઈ રહ્યું છે અને ચીન આર્થિક મદદના બહાને પાકિસ્તાનમાં પગ જમાવી રહ્યું છે, CPEC તેનું સૌથી મોટું ઉદાહરણ છે. ઈન્વેસ્ટમેન્ટ અને બેલ્ટ એન્ડ રોડ ઈનિશિએટિવના નામે ચીન પાકિસ્તાનની અંદર પોતાની ઘુસણખોરી મજબૂત કરી રહ્યું છે અને પાકિસ્તાન સરકાર સંપૂર્ણપણે બેઈજિંગ સામે ઝૂકી રહ્યું છે. આ દરમિયાન, એવા અહેવાલો છે સામે આવ્યા છે કે પાકિસ્તાન દેવાનો બોજ ઘટાડવા માટે ગેરકાયદેસર રીતે કબજે કરેલા ગિલગિટ બાલ્ટિસ્તાનને ચીનને સોંપી શકે છે.

કારાકોરમ નેશનલ મૂવમેન્ટના પ્રમુખ મુમતાઝ નાગરીએ જણાવ્યું કે, પાકિસ્તાન દેવું ચૂકવવા માટે ગિલગિટ બાલ્ટિસ્તાન ચીનને લીઝ પર આપી શકે છે. સ્થાનિક લોકો આનાથી ડરી ગયા છે. તેમણે જણાવ્યું કે, “ગિલગિટ-બાલ્ટિસ્તાન આવનારા સમયમાં વૈશ્વિક શક્તિઓ માટે સ્પર્ધાનું કેન્દ્ર બની શકે છે. અલ અરેબિયાના અહેવાલ મુજબ ભારતનું અભિન્ન અંગ ગિલગિટ બાલ્ટિસ્તાન પાકિસ્તાનના ગેરકાયદેસર કબજા હેઠળ છે’

(9:10 pm IST)