Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

ઇસ્‍ટાગ્રામ પર સતત એકટીવ રહેતા કેન્‍દ્રીય મંત્રી સ્‍મૃતિ ઇરાનીએ લગ્‍ન કરવા જઇ રહેલાને આપી એક સોનેરી સલાહ

ઇન્‍સ્‍ટાગ્રામ પર કેન્‍દ્રીયમંત્રીએ આ વાતને લઇને બે સ્‍ટોરી પણ શેર કરી છે

નવી દિલ્‍હી :  કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પોતાના ઈન્સ્ટાગ્રામ પર ઘણા એક્ટિવ રહેતા હોય છે અને મોટાભાગે રસપ્રદ પોસ્ટ શેર કરે છે. શુક્રવારે સ્મૃતિ ઈરાનીએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક સલાહ શેર કરી, જેમાં તેમણે લગ્ન કરનારા લોકો માટે કંઈક એવું લખ્યું કે જેને વાંચીને તમે વિચારમાં પડી જશો.

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ ઈનેસ્ટગ્રામ પર 2 સ્ટોરી પોસ્ટ કરી હતી. એકમાં તેમણે અમેરિકી અભિનેતા 'વિલ ફેરેલ' ની એક મશહૂર લાઈનનો ઉલ્લેખ કરતાં કહ્યું કે 'કોઈપણ વ્યક્તિ સાથે લગ્ન કરતાં પહેલા, તમારે તેમને એવા કમ્પ્યુટરનો ઉપયોગ કરવાનું કહેવું જોઈએ કે જેમાં ઈન્ટરનેટ ધીમું ચાલતું હોય, જેથી જાણી શકાય કે તે વાસ્તવમાં કોણ છે.''

સ્મૃતિ ઈરાનીએ બીજી એક સ્ટોરી એડવાન્સ આન્ટીના નામે શેર કરતાં લખ્યું કે 'તે ક્યારેય પણ પરફેક્ટ નહીં હોય, તેને કામ કરવા લાયક બનાવો.' આ સ્ટોરીના માધ્યમથી સ્મૃતિ એવું કહેવા ઈચ્છે છે કે કોઈ પણ વસ્તુ પરફેક્ટ નથી હોતી, બસ તેમાં સુધારા કરતાં રહેવું જોઈએ.

ઉલ્લેખનીય છે કે સ્મૃતિ ઈરાની ઘણીવાર મજેદાર અને મહત્વપૂર્ણ સંદેશાઓ સાથે વીડિયો અને પોસ્ટ શેર કરે છે. તાજેતરમાં જ તેમણે ભગવાનની મુર્તિને ભીંજાતા બચાવવા મુર્તિ ઉપર છત્રી લઇને ઉભેલા એક નાનકડા બાળકની તસવીર શેર કરી હતી.

(9:46 pm IST)