Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

આજથી જાપાનમાં પ્રારંભાયેલ ટોક્યો ઓલિમ્‍પિકનો ઉદઘાટન સમારોહ દબદાભેર સંપન્‍ન

રોમાચંક રમતોત્‍સવનો થયો પ્રારંભ

રમતવિરોની ગેરહાજરીમાં યોજાયેલ માર્ચ પાસ્‍ટમાં પણ ટીમોના સભ્‍યોની સંખ્‍યા મર્યાદિત રાખવામાં આવેલ : માત્ર ૧૯ ખેલાડી અને ૬ અધિકારીઓ જ ઉદઘાટન સમારોહમાં જોડાયા: થોમલ બાખના પ્રવચન અને ઓલિમ્‍પિક એન્‍થમની સાથે ઉદઘાટન સમારોહની પૂણાહૂતિ થઇ

નવી દિલ્‍હી આજે એટલે કે શુક્રવારથી ટોકયો ઓલિમ્પિક 2020 ના ઉદ્ધાટન સમારોહની સાથે જ રોમાંચક રમતોત્સવનો પ્રારંભ થયો છે. કોરોનાને કારણે, પહેલીવાર ઉદ્ધાટન સમારોહમાં રમતપ્રેમીઓને ઉપસ્થિત રહેવા નથી દેવાયા. જ્યારે માર્ચ પાસ્ટમા પણ દરેક દેશની ટીમને બને એટલી નાની ટીમ રાખવી પડી હતી.

ભારત તરફથી માત્ર 25 સભ્યોની ટીમે ઉદ્ધાટન સમારોહમાં ભાગ લીધો હતો. જેમાં 19 ખેલાડી અને છ અધિકારીઓનો સમાવેશ થયો હતો. બોક્સિગ ચેમ્પિયન મેરીકોમ અને પુરૂશ હોકી ટીમના કેપ્ટન મનપ્રિતસિંહે ભારતીય ટીમના ધ્વજવાહક બન્યા હતા. માર્ચ પાસ્ટમાં ભારતને 21મા સ્થાને સ્થાન આપવામાં આવ્યુ હતું. યજમાન જાપાને બધાથી છેલ્લે પરેડ કરી. આઈઓસીના અધ્યક્ષ થોમસ બાખ એ પોતાના પ્રવચનમાં મુશ્કેલ સમયમાં સારા આયોજન બદલ આભાર માન્યો અને બીજીવાર રમતોત્સવમાં ભાગ લેનારી રેફ્યુજી ટીમનું સ્વાગત કર્યુ હતું.

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શુક્રવારે ટોક્યો ઓલિમ્પિક રમતની ઓપનિંગ સેરમનીનું સીધું પ્રસારણ જોયું હતુ અને ભારતીય દળને શાનદાર પ્રદર્શન માટે શુભકામના પાઠવી હતી.

ભારત માટે શનિવારનો દિવસ ખુબ મહત્વનો રહેશે. શનિવારના રોજ ભારત શૂટિંગ, આર્ચરી બૉક્સિંગ, વેટલિફ્ટિંગ, હૉકી અને બેડમિન્ટનમાં મેદાનમાં ઉતરશે. ઓલિમ્પિકના ચાહકોને મેડલ જીતવાના સમાચાર મળી શકે છે.

(12:00 am IST)