Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

નેશનલ હાઈવેના નિર્માણ માટે મંદિર મસ્જિદનું ડિમોલિશન કરવું પડે તો ભગવાન આપણને માફ કરશે : નાગરિકોએ પણ દેશના વિશાળ હિતને ધ્યાનમાં રાખી સામાન્ય તકલીફની અવગણના કરવી જોઈએ : કેરળ હાઇકોર્ટનો ચુકાદો

કેરળ : કેરળ હાઇકોર્ટે એક ચુકાદામાં જણાવ્યું હતું કે નેશનલ હાઈવેના નિર્માણ માટે મંદિર મસ્જિદનું ડિમોલિશન કરવું પડે તો ભગવાન આપણને માફ કરશે . નાગરિકોએ પણ દેશના વિશાળ હિતને ધ્યાનમાં રાખી સામાન્ય  તકલીફની અવગણના કરવી જોઈએ .

બાલાક્રિશ્નન નામક નાગરિકે નવા નેશનલ હાઈવેનું કામ અટકાવવા માટે કરેલી પિટિશનના અનુસંધાને સિંગલ જજશ્રી કુનહીંક્રિશ્નનની ખંડપીઠે  જણાવ્યું હતું કે નેશનલ હાઈવેનું કામ અટકાવી શકાય નહીં .તેના માર્ગમાં આવતા  મંદિર મસ્જિદ કે કબરનું  ડિમોલિશન કરવું પડે તો ભગવાન આપણને માફ કરશે .ભગવાન અરજદારને ,સત્તાવાળાઓને ,તેમજ આ જજમેન્ટ આપનારને પણ માફ કરશે.

નામદાર કોર્ટે કહ્યું હતું કે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એક કાનૂની અંગ છે. જે દેશના વિકાસ માટે હાઈવેના નિર્માણ કરે છે.પિટિશન રદ કરતા કોર્ટે જણાવ્યું હતું કે નેશનલ હાઇવે ઓથોરિટીની કોઈ બદદાનત હોવાનું પુરવાર થતું નથી.તેથી કોર્ટને હસ્તક્ષેપ કરવાનું વ્યાજબી લાગતું નથી.

નવા નેશનલ હાઈવેના નિર્માણમાં રહેણાંક મકાનો કે ઇમારતો આવતા હોય તો તેનું ડિમોલિશન કરવું પડે છે.તે જ રીતે મંદિર ,મસ્જીદ ,કે કબરનું ડિમોલિશન કરવું પડે તો તેમાં વાંધો ન હોવો જોઈએ.આ કારણથી નેશનલ હાઈવેના નિર્માણની કામગીરી અટકાવી શકાય નહીં.. તેમ જણાવી નામદાર કોર્ટે પિટિશન રદ કરી હતી. તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

 

(10:57 am IST)