Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

સોનાના દાગીનામાં ફરજિયાત 'હોલમાર્કિંગ' 16 જૂનથી લાગુ:પ્રથમ તબક્કામાં દેશના 256 જિલ્લામાં અમલ શરૂ

કોવિડ ના કારણે હોલમાર્કિંગ જૂન 2022 સુધી રોકી દેવાયાની અફવા પરિપત્ર પાછો પાછું ખેંચી લેવાયાની વાત ખોટી

નવી દિલ્હી :  કેન્દ્ર સરકારે ગોલ્ડ જવેલરી પર અનિવાર્ય હોલ માર્કિંગની વ્યસ્થા પાછી લેવાનો આદેશ જારી કર્યો છે. આ મેસેજ તેજીથી વાયરલ થઇ રહ્યો છે, ત્યાર પછી સત્ય જાણવા માટે પીઆઈબી તરફથી આનું ફેક્ટ ચેક કરવામાં આવ્યું, સરકારે ગોલ્ડ જવેલરીની હોલમાર્કિંગ પાછી લેવાની વાતનું ખંડન કર્યું છે.

એક પત્ર સાથે ખોટી હેડલાઈન જોડી આ દાવો કરવામાં આવી છે રહ્યો છે કે #કોવિડ ના કારણે હોલમાર્કિંગ જૂન 2022 સુધી રોકી દેવામાં આવ્યું છે. PIBFactCheckએ આ દાવો ખોટો ગણાવ્યો છે. સાથે જ કહ્યું છે કે ભારત સરકારે 16 જૂન, 2021થી હોલમાર્ક અનિવાર્ય કરી દીધું છે.

  સરકારે કહ્યું કે સોનાના ઝવેરાત પર ફરજિયાત 'હોલમાર્કિંગ' 16 જૂનથી તબક્કાવાર રીતે લાગુ કરવામાં આવી રહી છે અને જે પરિપત્ર પાછું ખેંચી લેવાનું કહેવામાં આવી રહ્યું છે તે બનાવટી છે. પ્રથમ તબક્કામાં 256 જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સોનાના આભૂષણો પર હોલમાર્કિંગ એ કિંમતી ધાતુની શુદ્ધતાનું પ્રમાણપત્ર છે. તે આજ સુધી સ્વૈચ્છિક હતો.

   સરકારે સોનાના હોrલમાર્કિંગના પ્રથમ તબક્કાના અમલીકરણ માટે 28 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 256 જિલ્લાઓની ઓળખ કરી છે. રાજ્યોની સૂચિમાં, તમિલનાડુથી સોનાના ફરજિયાત હોલમાર્કિંગના અમલીકરણ માટે મહત્તમ 24 જિલ્લાઓની ઓળખ કરવામાં આવી છે. તે પછી ગુજરાતના 23 જિલ્લાઓ અને મહારાષ્ટ્રના 22 જિલ્લાઓ આવે છે. પશ્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશના લગભગ 19 જિલ્લાઓને સોનાની ફરજિયાત હોલમાર્કિંગ માટે ઓળખવામાં આવ્યા છે.

(12:06 pm IST)