Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

ઇન્ડસ્ટ્રી લિડિંગ મેટ્રીકસ સાથે જીયોએ વધુ એક રેકોર્ડ કવાટર્લી પરફોર્મન્સ આપ્યું : મુકેશ અંબાણી

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડ દ્વારા ત્રિમાસીક ગાળા માટેના સંકલિત પરિણામો જાહેર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૨૪ : જૂન ૩૦, ૨૦૨૧ના રોજ પૂરા થયેલાં ત્રિમાસિક ગાળા માટેના સંકલિત પરિણામો જાહેર વિક્રમજનક ત્રિમાસિક સંકલિત એબિટ્ડા (EBITDA) રૂ. ૨૭,૫૫૦ કરોડ, Y-O-Y ૨૭.૬% વધુ  વિક્રમજનક ત્રિમાસિક સંકલિત કરવેરા પહેલાંનો નફો (PBT) રૂ. ૧૭,૨૭૦ કરોડ કરવેરા પછીનો ત્રિમાસિક નફો રૂ. ૧૩,૮૦૬ કરોડ, Y-O-Y ૬૬.૭% વધુ વિક્રમજનક ત્રિમાસિક સંકલિત એબિટ્ડા (EBITDA) ડિજિટલ સેવાઓ માટે રૂ. ૯,૨૬૮ કરોડ રૂવૈસમાં નવા વિશ્વ-સ્તરના કેમિકલ ઉત્પાદન એકમ માટે ADNOC સાથે વ્યૂહાત્મક ભાગીદારી ૪૪૦.૬ મિલિયન ગ્રાહકો સાથે ત્રિમાસિક ડેટા ટ્રાફિક ૨૦ એકઝાબાઇટ્સને પાર  કેજીડી૬ બ્લોકમાં સેટેલાઈટ કલસ્ટરમાંથી ગેસ ઉત્પાદન શરૂ કર્મચારીઓ અને તેમના પરિવારના સભ્યો માટે ૧૦ લાખ ડોઝથી વધુ સંખ્યામાં રસીકરણ  ૯૮ ટકાથી વધુ પાત્રતા ધરાવતા કર્મચારીઓએ તેમના રસીકરણનો પ્રથમ ડોઝ મેળવી લીધો છે.

પરિણામો પર ટીપ્પણી કરતાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેકટર શ્રી મુકેશ ડી. અંબાણીએ જણાવ્યું હતું કે, 'હું ખૂબ જ પ્રસન્ન છું કે કોવિડ પેન્ડેમિકના બીજા વેવને કારણે ખૂબ જ પડકારજનક પરિચાલન પરિસ્થિતિમાં પણ અમારી કંપનીએ ઘનિષ્ઠ વૃધ્ધિ દર્શાવી છે. નાણાંકીય વર્ષ ૨૦૨૨ના પ્રથમ ત્રિમાસિકગાળાનાં પરિણામો કન્ઝમ્પશન બાસ્કેટના મોટા હિસ્સાને આવરી લેતા રિલાયન્સના વ્યવસાયના ડાવર્સિફાઇડ પોર્ટફોલિયોની લવચિકતાને સ્પષ્ટ રીતે દર્શાવે છે.

અમારા ઓઇલ-૨-કેમિકલ વ્યવસાયમાં, અમે અમારા સંકલિત પોર્ટફોલિયો અને શ્રેષ્ઠતમ પ્રોડકટ પ્લેસમેન્ટ ક્ષમતાથી અમે મજબૂત આવકનું સર્જન કર્યું છે. અમારા ભાગીદાર બી.પી.ની સાથે, અમે કેજી ડી૬ માં સેટેલાઇટ કલસ્ટરનો પ્રારંભ કરીને ઉત્પાદનમાં વધારો કરવાનું ચાલુ રાખ્યું છે, જે ભારતના ગેસ ઉત્પાદનમાં ૨૦ ટકા પ્રદાન આપે છે. આપણાં દેશની ઊર્જા સુરક્ષામાં આ મહત્વપૂર્ણ પ્રદાન છે.

ઇન્ડસ્ટ્રી લિડિંગ મેટ્રીકસ સાથે જિયોએ વધુ એક રેકોર્ડ કવાટર્લી પરફોર્મન્સ આપ્યું છે. હું જિયોના વફાદાર સબસ્ક્રાઇબર્સના કુટુંબોનો આભારી છું જેમની સંખ્યા આ કવાર્ટરમાં વધી છે, જેનાથી તેની સ્થિતિ ભારતના નંબર ૧ ડિજીટલ કનેકટીવિટી અને સર્વિસ પ્રોવાઈડર તરીકે મજબૂત બની છે. શ્રેષ્ઠતમ સર્વિસ કવોલિટી માટેના માપદંડ ઊંચા લઈ જવા અમે જે ધ્યાન કેન્દ્રીત કરી રહ્યાં છીએ તેની તેઓએ પ્રશંસા કરી છે.

કવાર્ટર દરમિયાન સ્ટોરના સંચાલન પર કોવિડ-સંબંધિત નિયંત્રણોને કારણે અમારા રીટેલ વ્યવસાયની કામગીરી અને નફાકારકતા પર અસર પડી હતી. આ અસ્થાયી સ્થિતિ છે. અમે ઓનલાઇન-ઓફલાઇન ચેનલના સમન્વયથી ફૂડ, ગ્રોસરી, હેલ્થ એન્ડ હાઇજીન પ્રોડકટનો પૂરવઠો ચાલુ રાખવા પર ધ્યાન કેન્દ્રીત કરીશું. અમે નાના વેપારીઓ સાથે ભાગીદારી કરવાના તથા ગ્રાહકો સાથે ડિજીટલ રીતે જોડાવાના પ્રયાસોમાં વધારો કર્યો હતો. આનાથી વૃધ્ધિનું નવું અને સમાવેશી મોડલ તૈયાર થઈ રહ્યું છે. મને વિશ્વાસ છે કે રીટેલ બિઝનેસ અનેકગણું મૂલ્યસર્જન કરશે અને વૃદ્ઘિ નોંધાવશે.

અમારા નવા કિલન એન્ડ ગ્રીન એનર્જી વ્યવસાયની પહેલના ખૂબ જ ઝડપી પ્રારંભથી હું ખૂબ જ ઉત્સાહિત છું. અમારા મહત્વાકાંક્ષી આયોજનોનો અમલ કરવા માટે અમે તમામ વર્ટીકલમાં રોકાણ શરૂ કર્યું છે. અમે ખૂબ જ દ્રઢતાપૂર્વક ૨૦૩૫ પહેલાં નેટ કાર્બન ઝીરોના અમારા વિઝનનું અમલીકરણ કરી રહ્યા છીએ, તે અમારી ઊચ્ચતમ પ્રાથમિકતા છે. અમારા શેરહોલ્ડર્સ માટે લાંબાગાળાના મૂલ્ય સર્જન પર ભાર મૂકવા સાથે શિસ્તબદ્ઘ રીતે મૂડીની ફાળવણી કરવા માટે અમે પ્રતિબદ્ઘ છીએ.

(1:09 pm IST)