Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

જમ્મુ-કાશ્મીરમાં એક જ દિવસમાં જોવા મળ્યા ત્રણ ડ્રોન : એકમાં ૫ કિલો IED લગાવેલો હતો

પૂંછ સેકટરમાં PIA લખેલુ બલૂન જોવા મળ્યું જેની પર પાકિસ્તાનનો ફલેગ પણ હતો

જમ્મુ તા. ૨૪ : જમ્મૂ કાશ્મીરમાં એક જ દિવસમાં ત્રણ ડ્રોન જોવા મળ્યા હતા અને સાથે પૂંછ સેકટરમાં PIA લખેલુ બલૂન જોવા મળ્યું જેની પર પાકિસ્તાનનો ફલેગ પણ હતો. પોલીસે ડ્રોનને તોડી પાડ્યું હતું. શુક્રવારે સાંજે જમ્મૂ ડિવિઝનમાં ૨ ડ્રોન જોવા મળ્યા અને સાથે કાશ્મીરમાં ૩ વાર ડ્રોન જોવા મળ્યા. સુરક્ષા બળોએ તેને પાડી દીધું હતું.

જમ્મૂ કાશ્મીરમાં પોલીસે ડ્રોનને તોડી પાડ્યું ત્યારે તેમાં ૫ કિલો IED લગાવેલો હતો. તેઓનું કહેવું છે કે જમ્મૂ ડિવિઝનમાં શુક્રવારે સાંજે ૨ ડ્રોન જોવા મળ્યા હતા. પહેલું ડ્રોન જમ્મૂના કાલુચૂકમાં જોવા મળ્યું અને બીજું કઠુઆમાં. હાલમાં જમ્મૂ કાશ્મીરમાં સુરક્ષાને વધારે કડક કરી દેવામાં આવી છે.

જમ્મૂ કાશ્મીર પોલીસે એક ડ્રોન પાડી દીધું છે. તેમાં ૫ કિલો IED લગાવેલું હતું. આ ડ્રોન અખનૂર વિસ્તારમાં જોવા મળ્યું હતું. તેને જોતાં જ જમ્મૂ કાશ્મીર પોલીસ એકશનમાં આવી અને એકે ૪૭થી નીકળેલી ગોળીએ ડ્રોનને જમીન પર લાવી દીધું હતું.

આશંકા છે કે આ ડ્રોન લશ્કરના આતંકીઓ દ્વારા મોકલવામાં આવ્યું હોઈ શકે છે. ડ્રોનનું વજન ૧૭ કિલો હોવાનું જાણવા મળ્યું છે. તેનો ડાયમીટર ૬ ફીટનો છે. માહિતિ અનુસાર જે આઈઈડીને પાડવામાં આવ્યું છે તેના તાર જમ્મૂ વાયુસેના સ્ટેશનના એરપોર્ટ સાથે મળ્યા છે. વિસ્ફોટક સામગ્રીની પણ પુષ્ટિ કરાઈ છે.

(2:57 pm IST)