Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

કાશ્મીરમાંથી વર્ષના અંત સુધીમાં સુરક્ષાદળોનો આતંકીઓનો સફાયો કરવાનો ટારગેટ

જુલાઇ મહિનામાં ૨૨ તથા વર્ષ દરમિયાન ૧૦૦ આતંકીઓ હણાયા

(સુરેશ ડુંગ્ગર દ્વારા) જમ્મુઃ સુરક્ષાદળો માટે કાશ્મીરમાં નવો ટાર્ગેટ હવે વર્ષ ૨૦૨૧ના અંત સુધીમાં આતંકવાદનો ખાતમો કરવાનો છે. આ ટારગેટ પુરો કરવા માટે આતંકીઓ ઉપર કહેર બની તુટી પડયા છે. આ કહેર એટલો છે કે છેલ્લા ૨૪ દિવસોમાં ૨૨ આતંકીઓને મોતને ઘાટ ઉતારાયા છે.

પોલીસ મહાનિર્દેશક દિલબાગસિંહ પણ કહેતા કે કાશ્મીરમાં લગભગ ૨૦૦ આસપાસ આતંકીઓ હાજર છે. તેમને આશા છે કે જો આ રીતે આતંકીઓનો ખાતમો બોલાવામાં આવશે તો આ વર્ષના અંત સુધીમાં ખીણ પ્રદેશ આતંકી મુકત બની જશે. અધીકારીઓ મુજબ આ વર્ષે ૧૦૦ આસપાસ આતંકીઓ હણાયા છે. જયારે જુલાઇમાં જ ૨૨ આતંકીઓનો ખાતમો બોલ્યો છે.

સરકારી રેકોર્ડ મુજબ જુલાઇમાં દરરોજ સરેરાશ એક આતંકી હણાયો છે. પણ આ માટે સુરક્ષાદળોના જવાનોએ પણ શહીદી વહોરી છે. આ વર્ષે ૧૯ સુરક્ષાકર્મ શહીદ થયા છે. જયારે આ મહિને ૨૨ આતંકીઓનો સફાયો થયો છે અને ૧ જવાન શહીદ થયેલ. આતંકીઓએ આ વર્ષે ૧૩ નાગરીકોની હત્યા કરી છે. જેમાં પોલીસકર્મીઓ તથા તેમના પરિવારજનો જ હતા.

(2:58 pm IST)