Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

એશિયન ગ્રેનિટોનો નાણાકીય વર્ષ ૨૦૨૨માં મજબૂત વૃધ્ધિ દર જાળવી રાખવાનો લક્ષ્યાંક : રૂ. ૨૨૫ કરોડના રાઇટ્સ ઇશ્યૂની જાહેરાત કરી

મુંબઇ તા. ૨૪ : ભારતની અગ્રણી ટાઈલ્સ કંપનીઓમાં સ્થાન ધરાવતી એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડે (એજીઆઈએલ) નાણાંકીય વર્ષ ૨૦૨૨માં મજબૂત વૃદ્ઘિ દર જાળવી રાખવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. કંપનીએ દેવું ઘટાડવા અને વિસ્તરણ કામગીરી માટે રૂ. ૨૨૫ કરોડના રાઈટ્સ ઈશ્યૂની જાહેરાત કરી છે.

નાણાંકીય વર્ષ ૨૦૨૧ના ચોથા ત્રિમાસિક ગાળામાં કંપનીએ ચોખ્ખા વેચાણોમાં ૬૮ ટકા, એબિટામાં ૧૦૦ ટકા તથા ચોખ્ખા નફામાં વાર્ષિક ધોરણે ૧૮૧ ટકાની વૃદ્ઘિ નોંધાવી હતી. નાણાંકીય વર્ષ ૨૦૨૧ના ચોથા ત્રિમાસિક ગાળામાં નિકાસોમાં ૪૨ ટકાનો વધારો જોવા મળ્યો હતો. નિકાસોમાં મજબૂત માંગ ઉપરાંત દ્વિતીય તથા તૃતીય કક્ષાના નગરો અને ગ્રામીણ વિસ્તારોમાં મોટાપાયે માંગના લીધે આ ઉત્કૃષ્ટ કામગીરી જોવાઈ હતી.

સારી સ્થાનિક તથા આંતરરાષ્ટ્રીય માંગના લીધે નાણાંકીય વર્ષ ૨૦૨૧ના ચોથા ત્રિમાસિક ગાળામાં કંપનીનો સરેરાશ ક્ષમતા ઉપયોગ ૯૫ ટકા જેટલો રહ્યો હતો. કાર્યક્ષમતામાં સુધારો, નાણાંકીય સમજદારી તથા તંદુરસ્ત પ્રોડકટ મિકસના લીધે માર્ચ, ૨૦૨૧ના રોજ પૂરા થતા ત્રિમાસિક ગાળામાં કંપનીના એબિટા માર્જિન વધીને ૯.૫ ટકા થયા હતા. માર્ચ, ૨૦૨૧માં ક્ષમતા ઉપયોગ પણ વધીને ૯૫ ટકા જેટલો થયો હતો.

વ્યૂહાત્મક રીતે કંપનીએ એકંદરે કન્સોલિડેટેડ દેવામાં રૂ. ૩૫ કરોડનો ઘટાડો કર્યો છે જેના લીધે ડેટ ઈકિવટી રેશિયો ૦.૫ એકસથી પણ ઓછો થયો છે. કંપની આગામી વર્ષમાં દેવામાં વધુ ઘટાડો કરવા માટે પ્રતિબદ્ઘ છે એમ શ્રી પટેલે જણાવ્યું હતું.કંપની તેના રિટેલ ટચ પોઈન્ટ્સમાં વધારો કરીને ૧૦,૦૦૦થી વધુ કરવા તથા એકસકલુઝિવ શોરૂમ્સ વધારીને ૫૦૦થી વધુ કરવાનો લક્ષ્યાંક રાખી રહી છે. આગળ જતાં કંપની તેના કુલ વેચાણમાં રિટેલ વેચાણનો હિસ્સો વધારીને ૫૦ ટકા કરવાની યોજના ધરાવે છે.

(2:59 pm IST)