Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

કૃષિ અને ગ્રામીણ વિકાસ બેન્‍કમાં મેનેજરના પદ માટે 162 જગ્‍યાઓ ભરાશેઃ સ્‍પર્ધાત્‍મક પરિક્ષાની તૈયારી કરતા યુવાનોને તક

7 ઓગસ્‍ટ સુધીમાં અરજી કરી શકાશેઃ ઇન્‍ટરવ્‍યુથી પસંદગી કરાશે

નવી દિલ્લીઃ કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક માં મેનેજરના પદ માટે કુલ 162 જગ્યા પર ભરતી કરવામાં આવી છે . સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનો માટે આ એક સારી સમાચાર કહી શકાય. ભારતમાં કોરોનાના સમયમાં ઘણા બધા લોકોની નોકરી જતી રહી છે. અને ધંધામાં મંદી આવી ગઈ હતી. ત્યારે ધીમી-ધીમી દરેક સરકારી વિભાગમાં ભરતી કરવામાં આવી રહી છે. NABARD માં મેનેજરના અલગ-અલગ પદ માટે ભરતી કરવામાં આવી છે. NABARD માં  ગ્રેડ -A આસિસ્ટન્ટ મેનેજર પદમાં 155 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી છે. જ્યારે ગ્રેડ- B માં મેનેજરના પદ માટે કુલ 7 જગ્યાઓ પર ભરતી કરાઈ છે.

કેવી રીતે કરશો અરજી:

કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક માં મેનેજરના પદ માટે  www.nabard.org વેબસાઈટ પરથી અરજી કરી શકાશે. 17-7-2021થી 07-8-2021 સુધી ઉમેદવાર અરજી કરી શકશે.

શૈક્ષણિક લાયકાત:

કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંકના મેનેજર પદ માટે  www.nabard.org પરથી તમને લાયકાત વિશે જાણકારી મળશે. સાઈટ પરથી સૂચના જાહેર કરવામાં આવ્યું છે.

ઉમેદવારની પસંદગી પ્રક્રિયા:

NABARD માં જોડાવવા માટે ઉમેદવારની પસંદગી તે ઇન્ટરવ્યૂ થી કરવામાં આવશે.

વય મર્યાદા:

ઉમેદવારોની વય 25થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

અનુભવ:

ઉમેદવારને  5 વર્ષનો સેનામાં કોઈ પણ દળનો અનુભવ હોવો જોઈએ.

પરીક્ષા ફી:

SC અને STના ઉમેદવારને 100 રૂપિયા અને જ્યારે ઓપન કેટેગરી અને OBC  માટે 750 ભરવાના રહેશે.

(4:19 pm IST)