Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

ઓલિમ્પિકમાં શૂટિંગમાં સૌરભ ચૌધરી મેડલ ચૂક્યો

આર્ચરીમાં દીપિકા-પ્રવિણની જોડી હારી : દીપિકા કુમારી-પ્રવીણની જોડી મિક્સ્ડ ડબલ્સમાં હારી

ટોક્યો, તા.૨૪ : ટોકિયો ઓલિમ્પિકમાં ભારતને શૂટિંગ અને આર્ચરીમાં મેડલની આશા છે.જોકે બંને રમતમાં ભારતનો દેખાવ નિરાશાજનક રહ્યો છે. આજે ૧૦ મીટર એર પિસ્ટલ કેટેગરીની ફાઈનલમાં સૌરભ ચૌધરી કવોલિફાય તો થયો હતો પણ તે મેડલ જીતવાથી ચુક્યો હતો.સૌરભ પાસે શાનદાર દેખાવની અપેક્ષા હતી.ક્વોલિફાઈંગ રાઉન્ડમાં તેણે સારો દેખાવ પણ કર્યો હતો.જેના કારણે ફાઈનલમાં તે જગ્યા બનાવી શક્યો હતો.પણ ખરા ટાણે તેનુ પ્રદર્શન નિરાશ કરનાર રહ્યુ હતુ. આર્ચરીમાં દીપિકા કુમારી અને પ્રવીણની જોડી મિક્સ્ડ ડબલ્સમાં કોરિયાની ટીમના હાથે હારીને કેટેગરીમાંથી ફેંકાઈ ગઈ છે.ક્વાર્ટર ફાઈનલમાં કોરિયાની એન સાન અને કિન જેએ ભારતીય જોડીને -૨થી માત આપી હતી.

(7:39 pm IST)