Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

ભારતની સ્ટાર વેટલિફ્ટર મીરાબાઈ ચાનૂને એક કરોડ અપાશે : સિલ્વર મેડલ જીતતા મણિપુર સરકારની જાહેરાત

એન બીરેન સિંહે કહ્યું -મીરાબાઈ ચાનુ માટે એક સ્પેશ્યલ પોસ્ટ રિઝર્વ રહેશે

નવી દિલ્હી : ટોક્યો ઓલિમ્પિકમાં ભારતની સ્ટાર વેટલિફ્ટર મીરાબાઈ ચાનૂએ સિલ્વર મેડલ મેળવીને બધાને ગૌરવાન્વિત કર્યા છે. આખા દેશે સોશિયલ મીડિયા દ્વારા તો તેમના જીતનું જશ્ન મનાવ્યો જ, તે ઉપરાંત મણિપુરના મુખ્યમંત્રી એન બીરેન સિંહે સીધા મીરાબાઈ સાથે વાતચીત કરી. તેમને જાહેરાત કરી કે મણિપુર સરકાર તરફથી તેમને એક કરોડ રૂપિયાની ઈનામની રાશિ આપવામાં આવશે.

સીએમે પોતાની ચેટને સોશિયલ મીડિયા પર શેર કરી છે. એન બીરેન સિંહે પોતાની ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે, તેમને એક મીટિંગ દરમિયાન મીરાબાઈના જીતના સમાચાર બધા સાથી મુખ્યમંત્રીઓ સાથે શેર કર્યા હતા. તેમને જણાવ્યું કે, જે સમયે મીરાબાઈએ મેડલ જીત્યો, ત્યારે ગૃહ મંત્રી અમિત ભાઈ શાહની તમામ નોર્થ ઈસ્ટના મુખ્યમંત્રીઓ સાથે એક મીટિંગ ચાલી રહી હતી. એવામાં મીટિંગ વચ્ચે જ સીએમે પોતાની તરફ આ સમાચાર આપ્યા અને પછી બધાએ ઉભા થઈને મીરાને શુભેચ્છાઓ આપી.

એન બીરેન સિંહે ચાનૂને જણાવ્યું કે, તેમની આ જીતથી અમિત શાહ પણ ખુશ થઈ ગયા હતા. તેમને કહ્યું કે, આ દેશ માટે ખુબ જ ગર્વની ક્ષણ છે. પોતાની વાતને આગળ વધારતા સીએમે કહ્યું કે, હવે મણિપુર સરકાર તરફથી તેમને એક કરોડ રૂપિયા આપવામાં આવશે. સાથે જ હવે તેમને રેલવે સ્ટેશન પર ટિકિટ ખરીદવાની પણ જરૂરત પડશે નહીં. સીએમે જણાવ્યું કે તેમના માટે એક ખાસ સરપ્રાઈઝ પણ રહેવાની છે. તેઓ આજે ગૃહમંત્રી અમિતભાઈ  શાહ આ અંગે એક મુલાકાત કરવા જઈ રહ્યાં છે. સીએમે તે પણ જાણકારી આપી કે હવે મીરાબાઈ ચાનુ માટે એક સ્પેશ્યલ પોસટ રિઝર્વ રહેશે. આ જાહેરાત પર એન બીરેન તરફથી વધારે કંઈ જણાવવામાં આવ્યું નથી.

(11:09 pm IST)