Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

મુંબઇના વરલી વિસ્તારમાં નિર્માણાધીન બિલ્ડિંગમાં લિફ્ટ તૂટી : ચાર લોકોનાં મોત

આ બિલ્ડિંગમાં પાર્કિંગ સંબંધિત બાંધકામ શરૂ કરાયું હતું, ત્યારે આ અકસ્માત થયો

મુંબઇના વરલી વિસ્તારમાં અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગમાં લિફ્ટ તૂટી પડતાં ચાર લોકોનાં મોત નીપજ્યાં જ્યારે કેટલાક લોકો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

  મળતી વિગત મુજબ  આ અકસ્માત સાંજના છ વાગ્યે બન્યો હતો. બિલ્ડિંગમાં બાંધકામનું કામ શરૂ કરાયું ત્યારે બિલ્ડિંગની લિફ્ટ તૂટી પડતા અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા જ્યારે ચાર લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે. બિલ્ડિંગનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું ત્યારે ધડામ દઈને બિલ્ડિંગની લિફ્ટ નીચે પડી હતી જેમાં 4 લોકોના મોત નિપજ્યા છે જ્યારે અન્ય લોકો બિલ્ડિંગમાં ફસાયા હોવાથી તેમને પણ ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ બિલ્ડિંગમાં પાર્કિંગ સંબંધિત બાંધકામ શરૂ કરાયું હતું, ત્યારે આ અકસ્માત થયો હતો.

(11:56 pm IST)