Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

ડાયરેકટરે આપ્યો સંકેત

નવી રાષ્ટ્રીય શિક્ષણનીતી અનુસારનો અભ્યાસક્રમ અને પાઠય પુસ્તકો ૨૦૨૪ સુધીમાં થઇ જશે તૈયાર

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય શિક્ષા અનુસંધાને અને પ્રશિક્ષણ પરીષદ (એનસીઇઆરટી)ના ડાયરેકટર ઋષિકેષ સેનાપતિએ કહયું કે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતી પર અમલનું સુત્રવાકય 'નેશન ફર્સ્ટ કેરેકટર મસ્ટ' હે અને તેને અનુરૂપ પાઠય ક્રમનું માળખુ હશે.

સેનાપતિએ ખાસ વાતચીતમાં કહયું કે નવી શિક્ષણની નીતીના અમલનું સુત્રવાકય અનુસાર નવી પેઢીને હવે જે પણ ભણાવવામાં આવશે તેમાં રાષ્ટ્રીય હિતની સાથે ચરિત્ર નિર્માણ પર પણ ધ્યાન અપાશે. તેમણે કહયું કે પાઠયક્રમમાં ફેરફાર એક લાંબી પ્રક્રિયા છે અનેબધા મુદાઓ પર વિચાર કરીને પુસ્તકોને અંતિમ ઙ્ગરૂપ આપવામાં ત્રણ વર્ષનો સમય લાગી જશે.

તેમણે કહયું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતીને અનુરૂપ પાઠયક્રમનું માળખુ, સીલેબસ અને પાઠય પુસ્તક તૈયાર કરવાની સંપુર્ણપ્રક્રિયા તથા અન્ય કામો ર૦ર૩-ર૪ સુધીમાં પુરા કરી લેવાશે તેમણે કહયું કે પાઠયક્રમમાં શું રાખવુ અને શું હટાવવાનું છે તેનું સંપુર્ણ માળખુ તૈયાર કરાઇ રહયું છે. ત્યાર પછી અલગ અલગ વિષય વસ્તુને તૈયાર કરવાનું કામ અલગ-અલગ સમીતીઓ કરશે. નવી શિક્ષણનીતીમાં પુસ્તકોનો બોજ ઘટી જશે.  અને બાળકોને તેના બદલે ગતિવિધિઓ સાથે જોડવામાં આવશે. તેમને કોડીંગ, કોઇ એક કૌશલ્ય વિકાસ કોર્સ અને યોગ જેવી ગતિ વિધિઓ સાથે જોડવામાં આવશે.

તેમણે કહયું કે અનેસીઇઆરટી આ ઉપરાંત બાલ્યાવસ્થા પહેલાની દેખભાળ અને શિક્ષણ ઉપર પણ પાઠયક્રમ તૈયાર કરશે. આ સાથે જ શાળાકીય અને પ્રૌઢ શિક્ષણ ઉપર પણ પાઠયક્રમ તૈયાર કરશે.

(12:47 pm IST)