Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

ઓરિસ્સામાં માઓવાદીઓ શિબિરનો પર્દાફાશ : હથિયારો, દારૂગોળો અને અન્ય સામગ્રી જપ્ત

કિરમિતી ગામ પાસે સુરક્ષા દળોના માઓવાદીઓના સશસ્ત્ર દળો વચ્ચે ગોળીબાર

ઓડિશાના મલકાનગિરી જિલ્લામાં ઓપરેશન દરમિયાન માઓવાદીઓના કેમ્પમાં સુરક્ષા કર્મચારીઓ દ્વારા હથિયારો, દારૂગોળો અને અન્ય સામગ્રી જપ્ત કરવામાં આવી છે. પોલીસે ગુરુવારે આ માહિતી આપી હતી. મલકાનગિરીના એસપી પ્રહલાદ મીણાએ જણાવ્યું હતું કે, 20 સપ્ટેમ્બરના રોજ, અમને કિરમિતી ગામના ડુંગરાળ વિસ્તારોમાં નક્સલીઓની ટીમ પડાવવાની વિશ્વસનીય માહિતી મળી હતી. આ ઇનપુટ સાથે, ઓડિશા પોલીસ, બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) ના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ડિસ્ટ્રિક્ટ વોલેન્ટરી ફોર્સ (DVF) દ્વારા સંયુક્ત ઓપરેશન આ વિસ્તારમાં તૈનાત કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે કિરમિતી ગામ પાસે સુરક્ષા દળોના માઓવાદીઓના સશસ્ત્ર દળો વચ્ચે ગોળીબાર થયો હતો

 . એસપીએ કહ્યું, એન્કાઉન્ટર બાદ જ્યારે અમારી ટીમ સર્ચ ઓપરેશન ચલાવી રહી હતી ત્યારે મોટી માત્રામાં સામગ્રી જપ્ત કરવામાં આવી હતી. ઓપરેશન દરમિયાન ચાર બંદૂકો, ખાલી એસએલઆર બોક્સ, માઓવાદી સાહિત્ય, દવાઓ, છત્રીઓ, યુનિફોર્મ પોસ્ટરો જપ્ત કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન તેજ કરવામાં આવ્યું છે..

(12:24 am IST)