Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

ભારતમાં તહેવારોની સીઝનમાં આતંકી હુમલાઓ કરવાની ફિરાકમાં ISI

ગુપ્‍તચર સંસ્‍થાએ આપ્‍યું એલર્ટ

નવી દિલ્‍હી,તા.૨૪: પાકિસ્‍તાનની જાસૂસી સંસ્‍થા ISI ભારતમાં મોટા આતંકી હુમલાઓ કરવાની ફિરાકમાં છે. દેશની ગુપ્તચર સંસ્‍થાઓએ ખતરાની આશંકા વ્‍યક્‍ત કરતા એલર્ટ આપ્‍યું છે. સૂત્રોનું કહેવું છે કે, ગુપ્તચર એજન્‍સીઓને આશંકા છે કે ટિફિન બોક્‍સમાં IED મૂકીને કોઈ મોટો હુમલો કરવામાં આવી શકે છે. દેશને હચમચાવી દેવા માટે ગીચ વિસ્‍તારમાં બ્‍લાસ્‍ટ કરવાની યોજના બનાવવામાં આવી રહી છે.
અહેવાલો મુજબ, આ હુમલાનું આયોજન તહેવારોની સીઝનને ધ્‍યાનમાં રાખીને કરવામાં આવ્‍યું છે. હુમલાઓને અંજામ આપવા માટે, મોટી સંખ્‍યામાં પાકિસ્‍તાની આતંકવાદીઓ ભારતમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ પણ કરી શકે છે. જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા જ દિલ્‍હી પોલીસે પાકિસ્‍તાની ટેરર   મોડ્‍યુલનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે ૬ આતંકીઓની ધરપકડ કરી હતી. જેમાંથી ૨ આતંકીઓને પાકિસ્‍તાનમાં ટ્રેનિંગ આપવામાં આવી હતી. જો કે, સૌથી ખરાબ વાત એ હતી કે ધરપકડ કરાયેલા તમામ ૬ ભારતીય હતા અને તેમનું બ્રેઇનવોશ કરવામાં આવ્‍યું હતું જેથી તેઓ પોતાના જ દેશમાં હચમચાવવાનું ષડયંત્ર રચી રહ્યા હતા.
અફઘાનિસ્‍તાન પર તાલિબાનના કબ્‍જા બાદ પાકિસ્‍તાન અધિકૃત કાશ્‍મીરમાં અવેક આતંકી કેમ્‍પમાં હિલચાલ તેજ થઇ ગઈ છે. સુરક્ષા એજન્‍સીઓ પાસેથી મલેક માહિતી મુજબ તેમના માસ્‍ટરમાઈન્‍ડ ભારતમાં આતંકીઓની ઘૂસણખોરી કરાવવાનું ષડયંત્ર રચવામાં લાગી ગયા છે. જાણકારી મુજબ, પીઓકેમાં ત્રણ નવા કેમ્‍પ એક્‍ટિવ થઇ ગયા છે જેથી હવે ટેરર કેમ્‍પની સંખ્‍યા ૧૭ થી વધીને ૨૦ થઇ ગઈ છે.

 

(10:19 am IST)