Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

ડ્રગ્સ કેસમાં ટીવી અભિનેતા ગૌરવ દીક્ષિતને જામીન મળ્યા : પાસપોર્ટ જમા કરાવવો પડશે

અમુક નિયમો અને શરતો તેમજ 50,000 રોકડના અંગત બોન્ડ ચૂકવ્યા બાદ તેને જામીન પર મુક્ત

મુંબઈ: ડ્રગ્સ કેસમાં ધરપકડ કરાયેલા અભિનેતા ગૌરવ દીક્ષિતને કોર્ટમાંથી જામીન મળી ગયા છે. મુંબઈ સેશન્સ કોર્ટે ગૌરવ દીક્ષિતને અમુક નિયમો અને શરતો પર જામીન આપ્યા છે. 50,000 રોકડના અંગત બોન્ડ ચૂકવ્યા બાદ તેને જામીન પર મુક્ત કરવામાં આવશે.

કોર્ટે કહ્યું કે આ કેસમાં ચાર્જશીટ ફાઈલ થાય ત્યાં સુધી ગૌરવ દીક્ષિતે સોમવાર, બુધવાર અને શુક્રવારે સવારે 11 થી સાંજે 4 વાગ્યા સુધી NCB કાર્યાલયમાં રિપોર્ટ આપવો પડશે અને તપાસ અધિકારીને તેનો પાસપોર્ટ જમા કરાવવો પડશે.

ગૌરવ દીક્ષિત કોર્ટની પરવાનગી વગર મુંબઈ છોડી શકશે નહીં. NCB દ્વારા ગૌરવ દીક્ષિતની 27 ઓગસ્ટે ડ્રગ્સ કેસમાં અભિનેતા એજાઝ ખાને આપેલી માહિતીના આધારે ધરપકડ કરી હતી.

 NCB એ ગૌરવ દીક્ષિતના ઘરેથી MD અને ચરસ મળી આવ્યા હતા, ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. ગૌરવ દીક્ષિત એક ટીવી કલાકાર છે અને તેણે ફિલ્મોમાં નાની ભૂમિકાઓ ભજવી છે.

ગૌરવએ 'ધ મેજિક ઓફ સિનેમા', દાહેક: ધ રેસ્ટલેસ માઈન્ડ અને બોબી: લવ એન્ડ લસ્ટ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.ગૌરવએ સીતા-ગીતા જેવી ટીવી સિરિયલોમાં કામ કર્યું છે. દરોડા દરમિયાન, એનસીબીએ તેના ઘરમાંથી એમડી, એમડીએએ અને અન્ય ઘણા માદક દ્રવ્યો જેવી પ્રતિબંધિત દવાઓ જપ્ત કરી હતી.

(12:49 pm IST)